Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

સુશાંતે આત્મહત્યા કરી હોવાના એઇમ્સના રીપોર્ટ તદન ખોટોઃ પરિવારજનોએ ઉઠાવ્યા સવાલ

એઇમ્સે પોસ્ટમોર્ટમ કરવાનું હતું જ નહિ, માત્ર કૂપર હોસ્પિટલમાં થયેલ પોસ્ટમોર્ટમ ઉપર પોતાનો અભિપ્રાય આપવાનો હતોઃ સીબીઆઇને પત્ર લખ્યો

નવી દિલ્હીઃ સુશાંતસિંહ રાજપૂતના પરિવારના વકીલ વિકાસસિંહે એમ્સ દ્વારા સીબીઆઇને સોંપવામાં આવેલ ફોરેન્સીક તપાસના રીપોર્ટ પર સવાલો ઉઠાવ્યા છે.. વિકાસસિંહે સીબીઆઇના ડાયરેકટરને લખેલ પત્રમાં રીપોર્ટને ખોટો જણાવતા કહયું છે કે આ બાબતને સીબીઆઇ તરફથી રચાયેલ કોઇ અન્ય ફોરેન્સીક ટીમને રીફર કરવામાં આવે.

વિકાસસિંહે પત્રમાં કહ્યું છે કે સુશાંતસિંહ કેસમાં એઇમ્સ દ્વારા સીબીઆઇને સોંપવામાં આવેલ રીપોર્ટ અંગે તેઓ મીડીયામાં વાંચી રહ્યા છે. તપાસ ટીમનો ભાગ રહેલ છે. કેટલાક ડોકટરો પણ ટીવી પર બયાન આપી રહ્યા છે પણ અવારનવાર પ્રયત્નો કરવા છતાં અમને તેની કોપી નથી આપવામાં આવી. જો આ વીક થયેલ રીપોર્ટ સાચા હોય તો એ અપૂરતા પુરાવાઓ દ્વારા પક્ષપાતી તારણવાળા છે.

વિકાસસિંહે ત્રણ પાનાનાં પત્રમાં કેટલાય પોઇન્ટસ હેઠળ એઇમ્સના રીપોર્ટ પર સવાલો ઉઠાવ્યા છે. વિકાસસિંહે  કહ્યું કે એઇમ્સે પોસ્ટમોર્ટમ કરવાનું હતું જ નહીં, તેણે માત્ર કૂપર હોસ્પિટલમાં થયેલ પોસ્ટમોર્ટમ ઉપર પોતાનો મત આપવાનો હતો. ડોકટર સુધીર ગુપ્તા પહેલા દિવસથી કેસની સંવેદનશીલતા, સંદિગ્ધ પોસ્ટમોર્ટમ રીપોર્ટ અને મહારાષ્ટ્રઙ્ગં પોલિસ તરફથી ઉતાવળમાં કરાવાયેલ પોસ્ટમોર્ટમ બાબતે સવાલો ઉઠાવતા રહ્યા છે.

(3:44 pm IST)