Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

મહિલાએ ઉડતી ફ્લાઇટમાં બાળકને જન્મ આપ્યો :એરલાઇન્સે બાળકને આપી આજીવન 'ફ્રી ટિકિટ'

દિલ્હીથી બેંગ્લોર જતી ફ્લાઇટ 6E 122માં એક પ્રિમેચ્યોર બાળકનો જન્મ થયો: માતા અને બાળક બંને સ્વસ્થ

નવી દિલ્હી : કોરોનાની મહામારી વચ્ચે લોકો વિમાનમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. ત્યારે દિલ્હીથી બેંગ્લોર જઇ રહેલી ઇન્ડિગોની ફલાઇટમાં હ્રદય સ્પર્શી ખુશીના સમાચાર સામે આવ્યા છે વિમાનમાં મુસાફરી કરી રહેલી એક મહિલાએ જ્યારે બાળકને જન્મ આપ્યો ત્યારે કેબીન ક્રુમાં ખુશીનો પાર રહ્યો ન હતો. જેનો વિડિયો અને ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થયો હતો

ઈન્ડિગોએ એક નિવેદન જારી કરતા જણાવ્યુ છે કે માતા અને બાળક બંને સ્વસ્થ છે. જે ફ્લાઇટમાં બાળકનો જન્મ થયો તે ફ્લાઇટ બુધવારે સાંજે બે વાગ્યે બેંગલુરુ એરપોર્ટ પર સાંજે 7:40 વાગ્યે ઉતરાણ કર્યુ હતું.

નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અમે પુષ્ટી કરીએ છીએ કે દિલ્હીથી બેંગ્લોર જતી ફ્લાઇટ 6E 122માં એક પ્રિમેચ્યોર બાળકનો જન્મ થયો છે. એરપોર્ટ પર પહોંચતા જ એક વિશેષ ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને માતા અને બાળકને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. જ્યાં એરપોર્ટ પર રેમ્પ પર ઉપસ્થિત ઇન્ડિગોના મોટી સંખ્યામાં ગ્રાઉન્ડ સ્ટાફના કર્મચારીઓએ તાળીઓ અને ગીફ્ટ આપી સ્વાગત કર્યુ હતું.

.

(11:01 pm IST)