Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

મહિલાથી મિત્રતા હતી : મા-ભાઇએ કરી છે હત્યા

હાથરસ કાંડઃ મુખ્ય આરોપી સંદીપે SPને પત્ર લખીને કહ્યું : સંદીપે પોતાના પત્ર મોટા ખુલાસા કર્યા છેઃ મૃતકની મોત માટે મા-ભાઇ જવાબદાર કહ્યા છે

બુલગઢી કાંડને લઇને જયાં નવા નવા વિવાદ સામે આવી રહ્યા છે ત્યારે આ તમામની વચ્ચે મુખ્ય આરોપી સંદીપ ઠાકુર એ પોલીસ અધીક્ષક હાથરસ ને પત્ર લખીને કહ્યું છે કે તેની પર ખોટો કેસ કરીને મૃતકનો પરિવાર તેને ફસાવી રહ્યો છે. પત્રમાં તેમણે લખ્યું કે તેની મૃતક મહિલા સાથે સારી મિત્રતા હતી. અને તેમની આ મિત્રતા તેના પરિવારને પસંદ નહતી. એટલું જ નહીં ૧૪ સપ્ટેમ્બરના દિવસ મૃતક તે ખેતરમાં મળ્યો પણ હતો. અને તે પછી તે ત્યાંથી જતો રહ્યો હતો. પણ યુવતીની માતા અને ભાઇએ આ વાતે મૃતક મહિલા સાથે મારપીટ કરી હતી.

સંદીપે પોતાના પત્રમાં લખ્યું કે અમારી વચ્ચે સારી મિત્રતા હતી. તે ફોન પર પણ વાત કરતા હતા અને વચ્ચે વચ્ચે મળતા પણ હતા. પણ આ વાત મૃતક મહિલાના પરિવારને પસંદ નહતી. ઘટનાના દિવસે પણ મૃતક મહિલાથી સંદીપને ખેતરમાં મુલાકાત થઇ હતી. તે પછી તેણે મને ત્યાંથી જવાનું કહ્યું અને હું દ્યરે પરત ફર્યો હતો. પાછળથી મને ગામના લોકોએ કહ્યું કે મૃતકની મા અને ભાઇએ તેની સાથે મારપીટ કરી છે.

અને તે પછી સારવાર દરમિયાન તેની મોત થઇ ગઇ છે. સંદીપે પોતાના પત્રમાં લખ્યું છે કે તે અને આ કેસમાં તેની સાથે ફસાયેલા ત્રણ યુવક નિર્દોષ છે અને મૃતકની મા અને ભાઇ તેની પર ખોટા આરોપ લગાવી રહ્યા છે. સાથે જ તેણે પોતાના ન્યાય માટે મદદ માંગી.

ઉલ્લેખનીય છે કે હાથે લાગેલી મૃતકના ભાઇની કેલ ડિટેલ્સથી ખબર પડે છે કે ઓકટોબર ૨૦૧૯ થી માર્ચ ૨૦૨૦ના વચ્ચે આરોપી સંદીપથી ફોન પર વાત થતી હતી. અની આ ૧૦૪ વાર વાત થઇ હતી. અને મોટાભાગના કોલ અડધી રાત પછી થયા છે.આ વચ્ચે આરોપીના પરિવારજનોનું કહેવુ છે કે તેમના બાળકો જેલમાં સુરક્ષિત નથી. પરિવારજનોએ કોરોનાની પણ આશંકા વ્યકત કરી છે. આરોપી રામૂની ભાભીએ કહ્યું કે જેલમાં તેમના જીવને ખતરો છે. જેલમાં બીજા કોઇ લોકો તેમનું કામ તમામ કરી શકે છે.

(3:41 pm IST)