Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

દિલ્હીમાં ૧૫મીથી સિનેમા હોલ ખુલશે : બજારો શરૂ કરવા માટે પણ લીલીઝંડી

સરકારના આદેશોનું પાલન કરવાનું રહેશે : કેજરીવાલ

નવી દિલ્હી,તા ૮: દિલ્હી સરકારે અનલોક ૫.૦ હેઠળ ૧૫ ઓકટોબરથી સિનેમા હોલ, મલ્ટીપ્લેક્ષને ખોલવાની અને બધી સાપ્તાહિક બજારોને પહેલાની જેમ ખોલવાની પરવાનગી આપી દીધી છે. ૩૦ સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અનલોક-૫ના દિશાનિર્દેશો બહાર પાડતા સિનેમા હોલ થીયેટરો વગેરેને અર્ધી ક્ષમતા સાથે ૧૫ ઓકટોબરથી ખોલવાની પરવાનગી આપી હતી.

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ગઇ કાલે ટ્વીટ કરીને જણાવ્યું કે દિલ્હીના બધા સાપ્તાહિક બજારો હવે પહેલાની જેમ ખુલી શકશે. તેમણે લખ્યુ કે અત્યાર સુધી ઝોન દીઠ ફકત બે બજારને ખોલવાની પરવાનગી હતી પણ હવે દિલ્હીની બધી સાપ્તાહિક બજારો ખુલી શકશે. તેનાથી ગરીબ લોકોને ઘણી રાહત મળશે. ૧૫ ઓકટોબરથી દિલ્હીના સીનેમા હોલ પણ ખોલી શકાશે. પણ તેમણે કેન્દ્ર સરકારે બહાર પાડેલ બધા દિશા નિર્દેશોનું પાલન કરવાનું રહેશે.

(3:00 pm IST)