Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

રામમંદિર દેશનું પહેલું મંદિર હશે કે જે પહાડ પર ન હોવા છતાં રોપવેની સુવિધા હશે

વયોવૃધ્ધ અને દિવ્યાંગો માટે રોપવેની સુવિધાઃ મંદિરમાં લાગશે ૬૧૩ કિલોનો કાંસાનો ઘંટઃ ૧૦ કિલોમીટર દૂરથી સંભળાશે ઘંટનાદ

અયોધ્યાઃ રામનગરીમાં બની રહેલ રામ મંદિર પોતાની રીતે અદભૂત અને અનોખૂં હશે એ દેશનું પહેલું એવું મંદિર હશે જે મેદાની વિસ્તારમાં બનેલું હોવા છતાં પણ રોપવેની સુવિધા ધરાવતું હશે ભકતો રોપવે દ્વારા સીધા મંદિર સુધી પહોંચી શકશે.

રામમંદિરમાં એવો ઘંટ મુકવામાં આવશે જેને વગાડયા પછી ઓમ ધ્વનિ નીકળશે. જે ૧૦ કીલોમાંથી દૂરથી પણ સાંભળી શકાશે. આ સાથે જ રામનગરી દુનિયાની સૌથી વૈભવી નગરીના રૂપમાં સ્થાપિત થશે. શ્રીરામ મંદિરના નિર્માણની સાથે જ અહીં રોપવેનું નિર્માણ થશે. રોપ વેના નિર્માણ માટે નગર નિગમે વિદેશી કંપનીનો સંપર્ક કર્યો છે.

સ્વીઝરલેન્ડની એક કંપની સાથે મીટીંગ થઇ ચૂકી છે. હવે રોપ બનાવવા માટે સર્વે શરૂ કરવામાં આવશે. સર્વેના આધારે યોજનાના ખર્ચનો અંદાજ આવશે. રામલલાના દર્શન માટે રોપ વેના બનવાથી  સામાન્ય લોકોની સાથે સાથે વૃધ્ધો અને દિવ્યાંગજનોને પણ સરળતા રહેશે. રામનગરીમાં નવનિર્મિત બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન અને રામઘાટમાં બની રહેલ પાર્કિગ પોઇન્ટથી રામ મંદિર સુધીના રોપવેની યોજના છે.

(2:58 pm IST)