Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

કોરોનાનો કમરતોડ વારઃ આર્થિક જરૂરિયાત પુરી કરવા નોકરિયાતોએ ઉપાડ્યું સાડા ત્રણસો કરોડ રૂપિયા જેટલું પી.એફ ફંડ

નવી દિલ્હીઃ કોરોનાની મહામારી વચ્ચે સામાન્ય માણસને શું તકલીફો થઇ છે તેનો અંદાજ માંડવો એ તો લગભગ અશકય જ છે પરંતુ આંકડામાં કેટલીક વાતો સામે આવી છે તે કંઈક એવી છે કે જેનાથી કોરોનની મહામારી સામાન્ય માણસને શું અસર કરી ગઈ તેનો અંદાજ લગાવી શકાય છે. કેટલાક સામાન્ય અને ગરીબના ઘરમાં ખાવા ધાન ન હતું તો કેટલાક લોકો છતે પૈસે હાલાકીનો ભોગ બન્યા હતા.

 પી.એફ રકમના ઉપાડનો આંકડો સામે આવ્યો તેનાથી લોકોને આર્થિક સંકડામણ કેવી અસર કરી ગઈ તેની માહિતી મળે છે. માત્ર દક્ષિણ ગુજરાતની વાત કરીયે તો ૪ જિલ્લામાંથી સાડાત્રણસો કરોડથી વધુ પી. એફ ની રકમ ઉપાડવામાં આવી છે. અને ૮૭૬૦૦ દાવાને મંજુર કરવામાં આવ્યા છે. સૂરત રેન્જની પી.એફ. ઓફિસ સૂરત ,તાપી, નવસારી, અને વલસાડ, જિલ્લાના નોકરિયાત લોકોના પી.એફ. ખાતાની વ્યવસ્થા કરે છે. પી.એફ ઓફિસના જણાવ્યા અનુસાર કોરોના સમયે સરકારની ખજાસ યોજના અનુસાર ૨૫૨૦૦ દાવાને મંજુર કરીને કુલ ૪૮.૩૫ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય જરૂરિયાતના નામથી ૩૦૦ કરોડથી વધુ રૂપિયા આપવામાં આવ્યા છે. આ લોકો માંથી એવા પણ કેટલાક લોકો હતા કે જેમને તેમની બીમારી માટે આ પી.એફની રકમ ઉપાડી હોય.

સરકારે મંજુરી આપી

કેટલાક નોકરિયાત લોકોને લોકડાઉન સમયે જે આર્થિક હાલાકી ભોગવવી પડી હતી. તેની સામે સરકારે પી.એફ ખાતા માંથી રકમ ઉપાડવાની મંજૂરી આપી હતી. આ નિયમ અનુસાર જે અરજી મળી હતી તેનો સમયસર નિકાલ કરીને લોકોની તકલીફ ઓછી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 

પી.એફ.કચેરી દ્વારા ખાસ એપ્લીકેશન

લોકોને કોરોનાથી થયેલી મુશ્કેલીની સીમા રહી નથી ત્યારે લોકોએ પોતાની આર્થિક જરૂરિયાત પુરી કરવા શું નથી કર્યું! નોકરિયાત વર્ગમાં કેટલાક લોકોની નોકરી ગઈ છે તો કેટલાક લોકોને પગારમાં કપાત સામનો કરવો પડે છે ત્યારે નોકરિયાત વર્ગમાં લોકડાઉન જાણે કસોટીનો સમય લાવ્યું હતુંમ સૌપહેલાં લોકોએ તેમની બચતથી જ કામ ચલાવ્યું પરંતુ બચત કેટલો સમય? અને ધીમે ધીમે પી.એફ રકમનો ઉપાડ થવા લાગ્યો હતો પી.એફ કચેરી દ્વારા ખાસ એપ્લિકેશન પણ બનાવવાની પહેલ કરવામાં આવી છે.

(2:56 pm IST)