Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

પ્રજાએ ૧૦૦ દિ'માં ભર્યો ૬૦ કરોડનો દંડ

માસ્ક નહિ પહેરી તથા જયાં ત્યાં થૂંકીને : ૧૦ રૂપિયા કરતા સસ્તામાં માસ્ક મળતા હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે

નવી દિલ્હી, તા.૮: જયાં સુધી કોરોના વાયરસ સામે લડવા માટેની રસી ના શોધાય ત્યાં સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સૌથી જરુરી છે. આ બન્ને વસ્તુઓના આધારે કોરોના વાયરસથી બચી શકાય છે. આવામાં માસ્ક ન પહેરતા અને જાહેરમાં થૂંકતા નાગરિકો પાસેથી ૧૦૦૦ રુપિયાનો દંડ વસૂલવામાં આવે છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ ૧ જુલાઈથી કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે માસ્ક પહેરવા માટે બનાવેલા કડક નિયમને ૧૦૦ દિવસ થઈ ગયા છે અને અત્યાર સુધીમાં માસ્ક અને જાહેરમાં ના થૂંકવાના નિયમનો ભંગ કરનારા નાગરિકો પાસેથી ૬૦ કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે.

કોરોના વાયરસ સામે લડવા માટે બનાવેલા કડક નિયમનું લોકો પાલન કરે તે માટે તેમની પાસે ૫૦૦ રુપિયાનો દંડ વસૂલવાનું રાજય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, હાઈકોર્ટના આદેશ બાદ આ નિયમને ૧૦૦૦ રુપિયા કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટ દ્વારા પણ ટકોર કરવામાં આવી હતી નાગરિકો દ્વારા માસ્કના નિયમનું કડક રીતે પાલન કરવામાં આવે તે જરુરી છે.

કોરોના વાયરસને રોકવા માટે જયારે માસ્ક વગર જાહેરમાં, ઓફિસમાં કે કામના સ્થળ પર ફરવું ગુનો છે આવામાં માસ્ક પહેરવું જરુરી છે, જેથી કોરોના વાયરસને ફેલાતો અટકાવી શકાય છે.

પોલીસ તંત્ર દ્વારા કરોડો દંડ માસ્ક ના પહેરનારા અને જાહેરમાં થૂંકનારા લોકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે, આમ છતાં દ્યણાં નાગરિકો માસ્કને ગંભીરતાથી નથી લઈ રહ્યા. આવામાં માસ્ક વગર ફરતા લોકો અને બેદરકારી રાખનારા લોકો પરત ઘરે પહોંચ્યા બાદ પરિવારના અન્ય સભ્યો માટે ચિંતાનું કારણ બની શકે છે. માસ્ક વગર ફરતા લોકો અને ટોળે વળતા હોવાના કારણે શહેરમાં એસજી હાઈવે સહિત દ્યણાં માર્ગો પર કડક નિયમ લઈને ગલ્લા સહિતની દુકાનો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સરળતાથી દ્યરે બની જાય કે સાદું સર્જિકલ માસ્ક ૧૦ રુપિયા કરતા કરતા ઓછી કિંમતમાં મળતું હોવા છતાં લોકો માસ્ક પહેરવાનું ટાળી રહ્યા છે. આવામાં ખોટા બહાના કાઢીને માસ્ક પહેરવાનું પણ લોકો ટાળી રહ્યા છે, જેમને નિયમ પ્રમાણે દંડ ફટકારવામાં આવી રહ્યો છે.

(2:56 pm IST)