Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

હવે કોરોના થાકયો ?

શહેરમાં ગઇકાલે કુલ કેસનો આંક ૧૦૦ની અંદર નોંધાયોઃ આજ બપોર સુધીમાં ૩૭ કેસ

કુલ કેસનો આંક ૬૯૫૬એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૫૭૮૪ દર્દીઓએ કોરોનાને હરાવતા રિકવરી રેટ ૮૩.૫૯ ટકા થયો : ૩૯ હજાર ઘરોનો સર્વે : માત્ર ૧૩ લોકોને તાવ - શરદી -ઉધરસના લક્ષણો આજે નવા નવ માઇક્રોકન્ટેનમેન્ટ ઝોન જાહેરઃ ૮૫ કાર્યરત

રાજકોટ,તા.૨: સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધતુ જાય છે ત્યારે રાજકોટ શહેરમાં  કોરોનાએ રાહતનાં સમાચાર આપ્યા હતા. ગઇકાલે કેસ ૮૬ કેસ નોંધાતા આંકમાં ઘટાડો જોવા મળ્યો હતો.  ત્યારે  આજે પણ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૩૭ પોઝીટીવ કેસ આવ્યા છે. તમામની સારવારની વ્યવસ્થા તથા પોઝીટીવ વ્યકિતનાં કોન્ટેકટમાં આવેલ લોકોને કોરન્ટાઇન કરવા સહીતની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૩૭ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૬૯૫૬  પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૫૭૮૪ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૮૩.૫૯ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૬૧૫૩ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૧૨૦ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૧ઇ૩૯  ટકા થયો  હતો. જયારે ૧૨૦ દર્દીઓને સાજા થયા હતા.

 છેલ્લા  છ  મહિનામાં એટલે કે માર્ચથી આજ દિન સુધીમાં ૨,૫૯,૧૬૧ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૬૯૫૬ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૬૬  ટકા થયો છે.

માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં ગઇકાલની સ્થિતિએ  આર.કે.પાર્ક - ક્રિસ્ટલ મોલ પાસે, સૂર્યોદય સોસાયટી, ભવનાથ પાર્ક - હરી ધવા માર્ગ, ભારતી નગર - ૧૫૦ ફૂટ રિંગ રોડ, શ્રમજીવી સોસાયટી - રાજમોતી મિલ પાસે, નહેરૂ નગર, ચંદન પાર્ક - રૈયા રોડ, શ્રી કોલોની વિદ્યાકુંજ મેઇન રોડ, ગુરૂદેવ પાર્ક.૨- બિગ બાઝાર પાસે સહિતના વિસ્તારોમાં ૮૫ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન (એટલે કે કોરોના પોઝિટિવનું મકાન અને તેની આસપાસના બેથી ત્રણ મકાનના વિસ્તારનો ૧ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન) કાર્યરત છે.

૩૯ હજાર ઘરોનો સર્વેઃ માત્ર ૧૩ લોકોને તાવ-શરદી-ઉધરસના લક્ષણો

શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જે અંતર્ગત ગઇકાલે કુલ ૩૯,૦૨૯ ઘરોમાં સર્વે દરમિયાન માત્ર ૧૩ વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો ધરાવતા મળ્યા હતા.   જ્યારગેલેકસી, જુલેલાલ મંદિર વિસ્તાર, કોપર ગ્રીન સીટી, વિજય પ્લોટ, જાગનાથ પ્લોટ, પંચનાથ પ્લોટ  સહિતનાં વિસ્તારોમાં ૫૦ ધનવંતરી રથ મારફત ૧૧,૫૪૨ લોકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી થયેલ.

(2:49 pm IST)