Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

અર્થતંત્રમાં સુધારા માટે સરકાર ત્રણ વર્ષ સુધી રાહત પેકેજ ચાલુ રાખેઃ પ્રણવ સેનની સલાહ

હાલના અર્થવ્યવસ્થામાં સુધારા માટે ઘણા સમયથી દબાયેલી માંગ કારણભૂત

નવી દિલ્હી : મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિટીક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લેમેન્ટેશનના અમલીકરણ મંત્રાલયના આંકડા પરની સ્થાયી સમિતિના ચેરમેન પ્રણવ સેને જણાવ્યું હતું કે, સરકારે અર્થવ્યવસ્થામાં ફરી પ્રાણ ફૂંકવા માટે પ્રોત્સાહન પેકેજ આગામી ત્રણ વર્ષ સુધી જારી રાખવું જોઈએ. આને ફક્ત એક વાર આપીને ખતમ ન કરી દેવું જોઈએ. ભારત ચેમ્બર ઓફ કોમર્સના એક વેબિનારમાં તેમણે આ વાત જણાવી હતી. સેને જણાવ્યું હતું કે, આર્થિક પ્રવૃત્તિઓમાં અત્યારે જે સુધારા જોવા મળી રહ્યા છે તે અસલમાં દબાયેલ માંગ ફરી ઉભરવાને કારણે છે.

વધુમાં તેમણે કહ્યું કે, અત્યારે આ દરમિયાન અર્થવ્યવસ્થામાં સુધારા ઘણાં સમયથી દબાયેલી માંગને પગલે જોવા મળી રહ્યા છે. તેમના કહેવા મુજબ, સરકારે પ્રોત્સાહન પેકેજ વધુ 3 વર્ષ સુધી લંબાવવું જોઈએ અને આ એક વાર માટે જ ન હોવું જોઈએ. તેમણે કહ્યું કે, જ્યારે લોકડાઉન શરૂ થયું ત્યારથી ભારત થંભી ગયું હતું. અર્થવ્યવસ્થામાં પહેલાથી નેગેટિવ વલણ છે અને ક્ષમતા ઉપયોગ પણ નીચે બની રહ્યો છે. સરકારે રાજ્યોના સમાજિક સુરક્ષાના લાભાર્થીઓના બાકી તાત્કાલિક ચૂકવી દેવા જોઈએ.

(1:42 pm IST)