Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

સવારે લદાખમાં ફરીવાર ભૂકંપનો આંચકો અનુભવાયો : તીવ્રતા 4,2 નોંધાઈ : ફફડાટ

કેન્દ્ર ભૂગર્ભમાં 10 કિલોમીટરની ઉંડાઈમાં હતું

લદ્દાખ : લદ્દાખમાં ગુરુવારે સવારે 9: 22 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા છે. સીસ્મોલોજીના રાષ્ટ્રીય કેન્દ્ર અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.૨ નોંધાઇ હતી.જોકે ભૂકંપના કારણે કોઈ નુકસાન થવાના સમાચાર સામે આવ્યા નથી.

 સીસ્મોલોજી નેશનલ સેન્ટરના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 નોંધાઇ હતી. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના અહેવાલ મુજબ, તેનું કેન્દ્ર ભૂગર્ભમાં 10 કિલોમીટરની ઉંડાઈમાં હતું.

(1:25 pm IST)