Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

વાઘણ મા-દિકરી બાખડી પડયા

રાજકોટઃ માનવ સ્વભાવની જેમ પશુઓમાં પણ લોહીના સંબંધો ભૂલીને ઝઘડા થતા હોય છે. વન્યજીવ સપ્તાહના છેલ્લા દિવસે બુધવારે રણથંભોર સેંચ્યુરીમાં વાઘણ મા-દિકરી વચ્ચેની લડાઇ કેમેરામાં  કેદ થઇ હતી. માં 'એરોહેડ' અને દિકરી 'રિધ્ધિ' વચ્ચેની બઘડાસટીમાં 'મા'એ દિકરીને પરાસ્ત કરી દીધી હતી. વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર શશાંક સારસ્વતે આખી ઘટના કેમેરામાં કેદ કરી લીધી હતી.

(12:41 pm IST)