Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

તામિલનાડુ :૩૬ વર્ષના દલિત ધારાસભ્યએ ૧૯ વર્ષની બ્રાહ્મણ યુવતી સાથે કર્યા લગ્નઃ પિતાએ કરી આત્મદાહની કોશિષ

યુવતીના પિતાએ કહ્યું, યુવકની જાતિ સામે નહીં પરંતુ બંને વચ્ચે રહેલા ઉંમરના તફાવતથી વાંધો છે

ચેન્નાઈ,તા.૮: તામિલનાડુની સત્ત્।ાધારી પાર્ટી એઆઈડીએમકે ના દલિત ધારાસભ્ય પ્રભુએ પોતાની ૧૯ વર્ષની બ્રાહ્મણ પ્રેમિકા સાથે લગ્ન કરી લીધા હતાં. જે પછી યુવતીના પૂજારી પિતાએ પેટ્રોલ છાટીને આત્મદાહ કરવાની કોશિશ કરી હતી. જોકે, સમયસર પોલીસ આવી જતા તેમનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.

પૂજારીએ આરોપ લગાવ્યો કે તેની દીકરી જયારથી સગીર વયની હતી ત્યારથી જ દલિત એમએલએએ ચાર વર્ષથી પ્રેમજાળમાં ફસાવી હતી. સોમવારે કલાકુરિચિ વિધાનસભા વિસ્તારના AIADMKના ધારાસભ્ય એ પ્રભુએ પોતાના નિવાસસ્થાને જ પ્રેમિકા સાથે લગ્ન કર્યા હતાં. જોકે, દીકરીના પિતાને આ લગ્ન સામે જોરદાર વિરોધ હતો. યુવતીના પિતા મંદિરમાં પૂજારી છે. તેઓ એ વાતથી નારાજ હતા કે બન્ને વચ્ચે ૧૭ વર્ષનો તફાવત છે. છતાં તેની દીકરીને પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કર્યા.

યુવતીના પિતા અનુસાર, યુવક એ.પ્રભુ તેમની ઘરે જ રહીને મોટો થયો છે. પરિવારે તેને દીકરાની જેમ સાચવ્યો હતો પરંતુ તેણે દગો આપ્યો. યુવતીના પિતાએ કહ્યું કે MLAના કારણે તેમનો સંબંધ શર્મસાર થયો છે અને સમાજમાં નીચાજોણું થયું છે.

યુવતીના પિતા અનુસાર, યુવક એ.પ્રભુ તેમની ઘરે જ રહીને મોટો થયો છે. જોકે, પ્રભુએ પત્ની સૌંદર્યા સાથે વિડીયો શેર કરીને સમગ્ર મામલે પોતાની સ્પષ્ટતા આપી હતી. તેણે જણાવ્યું કે બન્નેના સંબંધો ચાર મહિના જૂના છે અને તેમણે હવે લગ્ન કર્યા છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે યુવતીના પરિવાર પાસે તેમણે પરવાનગી માગી હતી પરંતુ પરિવારે લગ્ન કરવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી હતી. આ સમગ્ર ઘટના પછી ધારાસભ્ય તરફથી સ્પષ્ટતા પણ આવી હતી.એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યાનુસાર યુવતિના પિતાએ એવો આરોપ લગાવ્યો હતો કે, તેમની દીકરીને ધારાસભ્યએ ચાર વર્ષથી પોતાની પ્રેમજાળમાં ફસાવીને રાખી છે. જયારથી તે સગીર વયની હતી ત્યારથી જ. જોકે, આ સમગ્ર ઘટના પછી ધારાસભ્ય તરફથી સ્પષ્ટતા પણ આવી હતી.

(11:51 am IST)