Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

આને કહેવાય આભારની લાગણી

કોર્પોરેટ બેન્કના સીઇઓએ પોતાના શિક્ષકે ૩૦ લાખ રૂપિયા શેર્સ ગિફટ કે આપ્યા એ કારણે જાણવા જેવું

નવી દિલ્હી,તા.૮ : ખરા અર્થમાં આભારની લાગણી કે કૃતજ્ઞતા કેવી રીતે વ્યકત કરી શકાય એનાં ઉત્ત્।મ ઉદાહરણોમાંથી એક કોર્પોરેટ બેન્કના ઉચ્ચ અમલદારે દાખવ્યું છે. આઇડીએફસી ફર્સ્ટ બેન્કના મેનેજિંગ ડિરેકટર (MD) અને ચીફ એકિઝકયુટિવ ઓફિસર (CEO) સી. વી. વૈદ્યનાથને ગણિતના ભૂતપૂર્વ શિક્ષક ગુરદયાલ સૈનીને ૩૦ લાખ રૂપિયાના શૈર ગિફ્ટ આપ્યા છે.એનું કારણ એ હતું કે ઘણાં વર્ષો પહેલાં વૈદ્યનાથ બિટ્સ પિલાની યુનિવર્સિટીમાં એડ્૯રમિશન માટે ઇન્ટરવ્યુ- કાઉન્સેલિંગ માટે જઈ રહ્યા હતા ત્યારે તેમની પાસે ઇન્ટરવ્યુ આપવા જવા માટેના પૈસા પણ નહોતા. ઇન્ટરવ્યુના સ્થળ સુધી પહોંચવાના પ્રવાસખર્ચના ૫૦૦ રૂપિયા મેથ્સ ટીચર સૈનીસાહેબે આપ્યા હતા.

ત્યાર પછી વૈદનાથનનો અભ્યાસ પૂરો થયો અને નોકરીમાં એક પછી એક પગથિયાં ચડતા ગયા હતાં. એ સમયગાળામાં તેઓ પોતાના એ મેથ્સ ટીચર સૈનીસાહેબને શોધતા હતા, પરંતુ સૈનીસાહેબ જોબ બદલતા રહેતા હોવાથી તેમને શોધવામાં સફળતા ન મળી. ઘણા વખત પછી એક ભૂતપૂર્વ સાથી કાર્યકર દ્વારા જાણવા મળ્યું કે સૈનીસાહેબ આગરામાં રહે છે. તેમને ફોન-નંબર પણ મળ્યો. વૈદ્યનાથને સૈનીસાહેબ સાથે ફોન પર વાત કરીને યોગ્ય સમયે યોગ્ય સહાય માટે આભારની લાગણી વ્યકત કરી હતી. તેમણે આઇડીએફસીના એક લાખ ફલ્લી પેઇડઅપ ઇકિવટી શેર્સ ગણિતના શિક્ષક ગુરદયાલ સૈનીના નામે ટ્રાન્સફર કર્યા હતા. કૃતજ્ઞતાના ઉદાહરણરૂપ ઘટનાનું વર્ણન કરતી ફેસબુકની પોસ્ટ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે.

(11:47 am IST)