Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

ફરી દોડશે શતાબ્દી - રાજધાની - અગસ્ત ક્રાંતિ અને દુરંતો ટ્રેન

મુંબઇથી ૩૯ પ્રિમીયમ ટ્રેનોમાં સાત ટ્રેનોથી થશે શરૂઆત

મુંબઇ તા. ૮ : આગામી તહેવારોની સીઝનમાં વધુને વધુ કમાણી માટે રેલવે સંપૂર્ણ રીતે અનલોકના મૂડમાં છે. રેલવે બોર્ડે દેશભરની ૩૯ પ્રીમીયમ ટ્રેનોને ચલાવાની મંજુરી આપી દીધી છે. તેમાંથી વધુ પડતી ટ્રેનો મુંબઇથી ચાલવા લાગી છે. આ ટ્રેનોમાં શતાબ્દી, રાજધાની, ઓગસ્ટ ક્રાંતિ, દુરંતો અને વંદેમાતરમ ટ્રેન સામેલ છે.

રેલવેની લિસ્ટ મુજબ એલટીટીથી કામાખ્યા, લખનૌ અને હરિદ્વાર વચ્ચે એસી એકસપ્રેસ, બાંદ્રાથી ભુજ અને હજરત નિઝામુદ્દીન વચ્ચે ટ્રેન અને મુંબઇ સેન્ટ્રલથી અમદાવાદ અને લખનૌથી દિલ્હી વચ્ચે ફરી શરૂ થશે.

રેલવે બોર્ડે જે ૩૯ નવી ટ્રેનો માટે જોનને મંજુરી આપી દીધી છે. હાલમાં એ જણાવ્યું છે કે, આ ટ્રેનોનું સંચાલન કઇ તારીખથી શરૂ કરવામાં આવશે. રેલવે મંત્રાલયે આ અંગે કહ્યું છે કે નવી ૩૯ ટ્રેનોનું સંચાલન શરૂઆતી સુવિધાજનક તારીખથી વિશેષ સેવાઓના રૂપે પ્રારંભ કરાશે. યાત્રિકોને યાત્રા દરમિયાન કોરોનાથી સંબંધિત દરેક નિયમો અને એસઓપીનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.

(11:44 am IST)