Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

રશિયા : મે મહિના બાદ એક દિ'માં ૧૧ હજારથી વધુ કેસ

વિશ્વમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા ૩.૬૪ કરોડને પાર

નવી દિલ્હી તા. ૮ : વિશ્વમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૩.૬૪ કરોડને પાર કરી ગયો છે. જ્યારે ૧૦.૬૦ લાખથી વધુના મોત થયા છે. મહામારી ઝપેટમાં આવેલા ૨.૭૪ કરોડ લોકો સ્વસ્થ પણ થયા છે. વિશ્વમાં હવે ૭૮.૬૩ લાખ સક્રિય કેસ છે. જેમાં અંદાજે ૬૮ હજાર લોકોની સ્થિતિ ગંભીર છે.

આ બધાની વચ્ચે કોરોના વેકસીન બનાવાનો દાવો કરી ચૂકેલા રશિયામાં સંક્રમિતોનો આંકડો અચાનક તેજીથી વધી રહ્યો છે. દેશમાં ૧૧ મે બાદ ૧૧ હજારથી વધુ કેસ નોંધવામાં આવ્યા છે.

રીપોર્ટના જણાવ્યા મુજબ રશિયામાં ૧૧,૬૧૫ નવા કેસ નોંધાયા છે. જ્યારે રવિવારે અને સોમવારે પણ આંકડો ૧૦ હજારથી વધુ હતો. દેશમાં અંદાજે ૧૦૦થી વધુના મોત થઇ રહ્યા છે. જો કે મંગળવારે ૨૦૦થી વધુના મોત થતા સ્વાસ્થ્ય વિભાગે ચિંતા વ્યકત કરી છે. સપ્ટેમ્બરના અંતથી મામલામાં તેજીથી વધારો થયો છે.

દક્ષિણ કોરિયામાં ૧૧૪ નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા ૨૪,૩૫૩ થઇ ગઇ છે. દેશમાં એક સપ્તાહમાં પ્રથમવાર સંક્રમણના ૧૦૦થી વધુ કેસ સામે આવ્યા છે.

પાકિસ્તાનમાં ૬૨૪ નવા કેસ નોંધાયા છે. સંક્રમિતોની સંખ્યા ૩,૧૬,૩૧૫ થઇ ગઇ છે. કુલ મૃત્યુઆંક ૪૫૩૫ પર પહોંચી ગયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પને કોરોના થયા બાદ અમેરિકી અધિકારીઓ પર પણ કોરોનાનું સંકટ વધ્યું છે. ટ્રમ્પ બાદ હવે અમેરિકી કોસ્ડ ગાર્ડના બીજા નંબરના અધિકારી પણ સંક્રમિત થયા છે.

(11:43 am IST)