Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

ઉત્તર પ્રદેશમાં વધુ એક દુષ્કર્મની ઘટના

દૂધપીતા બાળકના ગળા ઉપર ચપ્પુ રાખીને માતા સાથે ગેંગરેપ

મહિલાના જણાવ્યા પ્રમાણે તે બંને યુવકોને ઓળખે છેઃ બંનેએ તેના બાળકના ગળા ઉપર ચપ્પુ રાખ્યું હતું

લખનૌ,તા. ૮:હાથરસ સામૂહિક દુષ્કર્મની ઘટનાની આગ હજી શાંત પડી નથી ત્યાં વધુ એક દુષ્કર્મની ઘટના બની હતી. પોતાના ઉપર ગેંગરેપ થયાની જાણ મહિલાએ પોલીસને કરી હતી. જેના પગલે પોલીસે મહિલાનું મેડિકલ પરીક્ષણ કરાવ્યું હતું. પોલીસ મહિલાને રાત્રે જ તેના દ્યરે છોડી આવી હતી. મળતી માહિતી પ્રમાણે મહિલા મંગળવારે પોતાના દૂધપીતા બાળકની દવા લેવા માટે ગોલા ગઈ હતી. પીડિતા પ્રમાણે રસ્તામાં લક્ષ્મનજતીની પાસે ગામના બે યુવકો તેને ખેતરમાં ખેંચી ગયા હતા. અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

મહિલાના જણાવ્યા પ્રમાણે તે બંને યુવકોને ઓળખે છે. બંનેએ તેના બાળકના ગળા ઉપર ચપ્પુ રાખ્યું હતું. બંનેએ વારાફરથી તેના ઉપર રેપ કર્યો હતો. ઘટના બાદ પીડિતાએ આ અંગેની જાણ પોતાના પતિને કરી હતી. પતિ મહિલાને પોલીસ સ્ટેશન લઈ ગયો હતો અને સમગ્ર દ્યટનાની જાણ કરી હતી.

પતિનો આરોપ છે કે તેમને દિવસભર પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા હતા અને તેમની ફરિયાદ ન લીધી અને મેડિકલ પરીક્ષણ પણ કરાવ્યું ન હતું. જયારે પોલીસનું કહેવું છે કે દ્યટનાની જાણ થી છે જેના પગલે તેની તપાસ કર્યા બાદ કેસ દાખલ કરાશે. પોલીસે કેસ દાખલ કર્યો નહતો અને મહિલાને જીપમાં ઘરે મોકલી દીધી હતી. જોકે, પોલીસ કર્મી અનિલ યાદવનું કહેવું છે કે મામલો ગંભીર પ્રતિત થાય છે જેથી તપાસ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ઉત્ત્।ર પ્રદેશના હાથરસમાં વાલ્મિકી સમાજની સગીરા ઉપર દુષ્કર્મની નિર્દયી દ્યટના બાદ સમગ્ર દેશમાં લોકોમાં રોષ ફેલાયો હતો. સાથે સાથે ઉત્ત્।ર પ્રદેશ પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઊભા થયા હતા. એટલું જ નહીં પીડિતાના પરિવારને મીડિયા સાથે વાત પણ કરવા દેવામાં આવતી ન હતી.

જોકે, પીડિતાના પરિવારે જણાવ્યું છે કે જિલ્લા ડીએમએ તેમના પરિવાર સાથે અભદ્રતાથી વાત કરી હતી. તેમણે કહ્યું કે ડીએમ કહેતા હતા કે તમારી દીકરી કોરોનાથી મારી જતી તો વળતર મળી જાત. વધુમાં પીડિતાના પરિવારે SITના લઈને પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પીડિતાના પરિવારે જણાવ્યું છે કે SITની ટિમ પણ તેમની સાથે મળેલી છે તેમને તેના પર બિલકુલ વિશ્વાસ નથી.

પીડિતાનામાં અને ભાભી એક જ માંગ કરી રહ્યા છે કે તેમને ન્યાય મળવો જોઈએ. પીડિતાનીમાં એ કહ્યું કે તેઓ પોતાની દીકરીને છેલ્લી ઘડીએ માટી પણ સમર્પિત ન કરી શકયા. દીકરીનો ચહેરો પણ ન જોઈ શકયા. પીડિતાના ભાભીએ તો વધુ એક ચોંકાવનારું નિવેદન આપતા જણાવ્યું કે તે રાત્રે તેમના નણંદના અંતિમસંસ્કાર જ નહોતા થયા. અમને ખબર નહિ પોલીસે કોનો મૃતદેહ સળગાવ્યો હતો.

(11:43 am IST)