Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

મહિલા સુરક્ષા માટે તૈયાર કર્યુ 'દિશા બિલ'

મહારાષ્ટ્ર સરકાર આગામી વિધાનસભા સત્રમાં કરાવશે પાસ

મુંબઇ, તા.૮: મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે કહ્યું કે રાજય સરકાર મહિલાઓને મોટુ સુરક્ષા કવચ પ્રદાન કરવાની દિશામાં એક દિશા બિલ વિધાનસભાના આગલા સત્રમાં પસાર કરવા જઈ રહી છે. એક સત્તાવાર નિવેદનમાં દેશમુખના હવાલાથી કહેવામાં આવ્યું છે કે આ સંબંધમાં મુસદ્દાને અંતિમ રુપ આપવામાં આવ્યું છે. જેમાં સીએમ ઉદ્ઘવ ઠાકરે તેમાં વિશેષજ્ઞોની મંતવ્યોને સમાવશે.

 મહારાષ્ટ્રમાં મહિલા સુરક્ષા માટે શ્નદ્વક્રઊક્ન બિલ' તૈયાર કરવામાં આવ્યું છે.  આગામી સત્રમાં મહારાષ્ટ્ર સરકાર બિલ પાસ કરાવશે. આ બિલથી રાજય સરકાર મહિલાઓને મોટું સુરક્ષા કવચ આપશે. સરકાર મહિલાઓ મામલે નિષ્ણાતોના મંતવ્યોને બિલમાં સમાવશે

દેશમુખે આ ટિપ્પણી મંગળવારે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં મહિલા નેતાઓ સાથે બેઠક દરમિયાન કરી હતી.  આ બેઠકમાં ગૃહ રાજયમંત્રી સતેજ પાટિલ અને શંભુરાજ દેસાઈ, રાકાંપા સાંસજ સુપ્રિયા સુલે, શિવસેના ધારાસભ્ય મનીષા કયાંદે અને અન્ય લોકો સામિલ હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું કે રાજય વિધાન પરિષદની ઉપસભાપતિ નીલમ ગોરહેએ ડિજિટલ મંચના માધ્યમથી બેઠકમાં ભાગ લીધો હતો.

(11:39 am IST)