Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

બિહારના પૂર્વ ડીજીપી ગુપ્તેશ્વર પાંડેને પાર્ટીએ આ આપી : ચૂંટણી લડવાની અટકળનો અંત

શુભેચ્છકોને સંદેશ આપતા કહ્યું નિરાશ થવાનું કંઈ નથી ધીરજ રાખો

પટનાઃ બિહારના પૂર્વ ડીજીપી ગુપ્તેશ્વર પાંડે જેડીયુમાં જોડાયા બાદ એવી ચર્ચા હતી કે, તેઓ બોક્સર વિધાનસભા અથવા વાલ્મીકિનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. પરંતુ ભાજપે બક્સર બેઠક પરથી પરશુરામ ચતુર્વેદી અને વાલ્મીકિનગરથી JDUથી સુનિલ કુમારને ટિકિટ આપી છે.

આ બંને બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત બાદ પૂર્વ DGP ગુપ્તેશ્વર પાંડેએ સોશિયલ મીડિયા પર એક સંદેશ આપ્યો છે. તેમણે લખ્યું છે કે મારા ઘણા શુભેચ્છકોના ફોનથી હું પરેશાન છું. હું તેમની ચિંતા અને સમસ્યાઓ પણ સમજી શકું છું. મારી નિવૃત્તિ પછી, દરેકને અપેક્ષા હતી કે હું ચૂંટણી લડીશ, પરંતુ આ વખતે હું વિધાનસભાની ચૂંટણી લડી રહ્યો નથી. નિરાશ થવાનું કંઈ નથી ધીરજ રાખો.

તેમણે આગળ લખ્યું છે કે તેમનું જીવન સંઘર્ષમાં વિત્યુ છે અને તે આજીવન જનતાની સેવા કરતા રહશે. તેમણે લોકોને અપીલ કરી કે તેઓએ ધૈર્ય રાખો અને તેમને ફોન ના કરે.

(11:17 am IST)