Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

૧ લાખના મળે માત્ર ૨ કિલો બટેટા

વેનેઝુએલાની આ છે સ્થિતી : મોંઘવારી -ગરીબી આસમાનેઃ સાંજ થતા જ દુકાનોમાં લુંટફાટ શરૂ થઇ જાય છે

લંડન,તા.૮: વેનેઝુએલા એક સમયે અમીર દેશ હતો. પરંતુ આજે દેશની કરન્સીની  કિંમત રદ્દીના બરાબર થઈ ગઈ છે. મોંદ્યવારીનો દર એટલો વધારે છે કે અહીં લોકો એક કપ ચા અને કોફી લેવા માટે બેગ ભરીને નોટો લઈ જાય છે. હવે આ તકલીફને દૂર કરવા માટે વેનેઝુએલાની સરકાર એકવાર ફરી મોટી નોટ રજૂ કરવા જઈ રહી છે. બ્લૂમબર્ગની રિપોર્ટ પ્રમાણે કેશની અછતના પગલે વેનેઝુએલા બેન્કનોટ પેપર પણ બહારથી મંગાવી રહી છે.

 વેનેઝુએલા અત્યાર સુધી ઈટાલિયન કંપનીથી ૭૧ ટન સિકયોરિટી પેપર ખરીદી ચૂકયો છે. વેનેઝુએલાના કેન્દ્રીય બેન્ક હવે ૧,૦૦,૦૦૦ બોલિવરની નોટ લાવવા જઈ રહી છે. આ અત્યાર સુધીની સૌથી મોટા મૂલ્યની નોટ હશે. જોકે, એક લાખ બોલિવરની નોટની કિંમત માત્ર ૦.૨૩ ડોલર જ રહેશે. એટલે માત્ર બે કિલો બટાકા જ ખરીદી શકાશે.

વેનેઝુએલાની અર્થવ્યવસ્થા સતત સાતમાં વર્ષે મંદીનો સામનો કરી રહી છે. આ વર્ષે કોરોના મહામારી અને તેલથી થનારા રાજસ્વમાં કમીના કારણે વેનેઝુએલાની અર્થવ્યવસ્થાનો આકાર ૨૦ ટકા સુધી સંકોચાઈ ગયો છે. કરન્સીને સ્થિર કરવા માટે સરકાર પોતાની નોટોમાંથી ઝીરો ઓછા કરી દીધા હતા પરંતુ બધી કોશિશો નાકામ રહી હતી.

 વર્ષ ૨૦૧૭થી વેનેઝુએલામાં મોંઘવારી સતત વધી રહી છે. મોટાભાગના લોકો જરૂરતના સામાનો પણ ખરીદી નથી શકતા. સાંજ થતાંની સાથે જ દુકાનોમાં લૂંટ પણ શરૂ થઈ જાય છે

 ૪ અંકોની ફૂગાવાના કારણે હવે વેનેઝુએલાની મુદ્રાનો કોઈ મોલ રહ્યો નથી. ઉપભોકતા પ્લાસ્ટિક અથવા ઈલેકટ્રોનિકસ ટ્રાન્સફર કરવા માટે મજબૂર થઈ રહ્યા છે. અથવા ડોલર તરફ જઈ રહ્યા છે. પરંતુ બસો સહિત અનેક સુવિધાઓમાં બોલિવર્સમાં જ ચૂકવણું કરવું જરૂરી છે.

 વેનેઝુએલામાં એટલી હદ સુધી મોંઘવારી વધી ગઈ છે કે એક કિલો મીટ લેવા માટે લાખો બોલિવર ચૂકવવા પડી રહ્યા છે. ગરીબી અને ભૂખમરીથી બચવા આશરે ૩૦ લાખ લોકો વેનેઝુએલા છોડીને બ્રાઝીલ, ચીલી, કોલંબિયા, એક્કાડોર અને પેરુ જેવા દેશોમાં જઈને વસવા લાગ્યા છે.

 ૩૩ વાર્ષીય રિનાલ્ડો રિવેરા પણ પોતાની પત્ની અને ૧૯ મહિનાની પુત્રીને લઈને વેનેઝુએલા છોડીને ચાલ્યા ગયા. તેમણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે વેનેઝુએલામાં તમે આખા મહિનો કામ કરીને માત્ર બે દિવસનું ખાવાનું મળી શકે છે. આ જીવન - મરણનો સવા હતો. અમે દેશ છોડતા અથવા ભૂખે મરી જતા.

(11:16 am IST)