Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

'જબ તક દવાઇ નહી, તબ તક ઢિલાઇ નહી'

કોરોના વિરૂધ્ધ પીએમ મોદીનું 'જન આંદોલન': માસ્ક પહેરો, હાથ ધોવો, સોશ્યલ ડિસ્ટન્સ પાળો : ટ્વીટ થકી અપીલ

નવી દિલ્હી તા. ૮ : વડાપ્રધાન મોદીએ આગામી તહેવારો, શિયાળો અને અર્થવ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કોરોના વિરૂધ્ધ બચાવને લઇને એક જનઆંદોલનની શરૂઆત કરી છે. વડાપ્રધાને ટ્વીટ કરતા કહ્યું છે કે 'જબ તક દવાઇ નહી, તબ તક ઢિલાઇ નહી'

વડાપ્રધાને ટ્વીટ કરતા કહ્યું છે કે, આવો કોરોના સામે લડવા માટે બધા એક થઇએ. હંમેશા યાદ રાખો : માસ્ક જરૂર પહેરો. હાથ સાફ કરતા રહો. સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કરતા રહો. બે ગજનું અંતર રાખતા જાવ.

વડાપ્રધાને વધુ એક ટ્વીટમાં કહ્યું છે કે કોવિડ-૧૯ વિરૂધ્ધ ભારતની લડાઇ લોકો થકી લડવામાં આવી રહી છે અને આપણા કોવિડ યોધ્ધાઓથી આ લડાઇને ઘણી તાકાત મળી રહી છે. આપણા સામુહિક પ્રયાસોને લીધે અનેક લોકોના જીવ બચી ગયા છે. આપણે આ લડાઇ ચાલુ રાખવી પડશે અને નાગરિકોને આ વાયરસથી બચાવવા પડશે.

(11:15 am IST)