Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

કોરોના ઇફેકટ : સંઘે કારોબારીની બેઠકનું સ્વરૂપ બદલ્યુ : ૧ને બદલે ૧૧ સ્થળે યોજશે

અમદાવાદ સહિતના સ્થળો એજન્ડામાં કોરોના, કૃષિબલ, ઇકોનોમી-શિક્ષણ વગેરે

નવી દિલ્હી : કોરોના વાઈરસને લઈ સ્વાસ્થય મંત્રાલયના દિશા નિર્દેશો અનુસાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘેરાષ્ટ્રીય કારોબારી બોર્ડની બેઠકનું સ્વરૂપ બદલી નાખ્યું છે. પ્રથમ વખત ૧૧ સ્થાનો પર આ બેઠક યોજાશે. અત્યારસુધીમાં રાષ્ટ્રીય કારોબારી બોર્ડની બેઠક દશેરા બાદ એક જ સ્થાન પર થઈ રહી હતી.

આ વખતે બેઠકમાં કૃષિ બિલ સહિત કોરોનાથી અર્થ વ્યવસ્થા અને લોકોની આજીવિકા પર પડી અસર પર ચર્ચા કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, આ પહેલા માર્ચમાં એક બેઠકને રદ્દ કરવામાં આવી હતી. સંધના વરિષ્ઠ પદ્દાધિકારીએ જણાવ્યું કે, આ વખતે દશેરા બાદ રાષ્ટ્રીય કારોબારી બોર્ડની બેઠક ઓકટોબરના અંતિમ સપ્તાહથી શરુ થઈ નવેમ્બર સુધી ચાલશે. દિવાળી દરમિયાન બેઠક થશે નહી.

આવનારા કેટલાક દિવસોમાં બેઠકોનું સંપુર્ણ કાર્યક્રમ નક્કી કરવામાં આવશે. આ બેઠક અમદાવાદ, ભોપાલ, ભુવનેશ્વર, જયપુર, પ્રયાગરાજ,પટના, ગુવાહાટી, ગુરુગ્રામ, ગાઝિયાબાદ, પલક્કડ અને હૈદરાબાદમાં મળશે.આરએસએસના સરસંઘચાલક ડો. મોહન ભાગવત, સુરેશ ભૈય્યાજી જોષી બધી જ બેઠકમાં સામેલ થશે. દરેક રાજયથી ૬ થી ૭ પ્રતિનિધિ બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં ૩૫૦ લોકો સામેલ થાય છે, પરંતુ કોરોના મહામારીને લઈ બેઠકમાં ૩૦-૪૦ લોકો સામેલ થશે.

(3:50 pm IST)