Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

૧૬ વર્ષની કન્યા બની એક દિવસ માટે ફિનલેન્ડની પ્રાઇમ મિનિસ્ટર

૨૦૦૧માં આવેલી અનિલ કપૂરની ફિલ્મ 'નાયક' યાદ આવી જાય એવો જ એક કિસ્સો તાજેતરમાં ફિનલેન્ડમાં બન્યો છે

લંડન, તા.૮: ૨૦૦૧માં આવેલી અનિલ કપૂરની ફિલ્મ 'નાયક' યાદ આવી જાય એવો જ એક કિસ્સો તાજેતરમાં ફિનલેન્ડમાં બન્યો છે. એ ફિલ્મમાં ચીફ મિનિસ્ટરનો રોલ કરનારા અમરીશ પુરી એક દિવસ માટે અનિલ કપૂરના પાત્રનને ચીફ મિનિસ્ટર બનાવે છે. એ ફિલ્મ જોઈને બધાને થયું હશે કે આવું તો રીલ લાઇફમાં જ બને, રિયલ લાઇફમાં નહીં. પણ આવું ફિનલેન્ડમાં હકીકતમાં બન્યું છે. ફિનલેન્ડના પ્રાઇમ મિનિસ્ટર સના મરીને પોતાના દેશની સર્વોચ્ચ જવાબદારીની પોસ્ટ એક દિવસ માટે એક ટીનેજરને સોંપી દીધી હતી. મતલબ કે સના મરીને એક દિવસ માટે આવા મુર્તો નામની ટીનેજરને એક દિવસની પ્રધાનમંત્રી બનાવી હતી. ચિલ્ડ્રન્સ રાઇટ્સ ચેરિટી પ્લાન ઇન્ટરનેશન સંસ્થાના નેજા હેઠળ 'ગર્લ ટેકઓવર'નામના કમ્પેઇન માટે 'પીએમ ફોર અ ડે' નામના મૂવમેન્ટ શરૂ કરવામાં આવી હતી જેના ભાગ રૂપે આ કામ થયું હતું. એવા કલાઇમેટ ચેન્જીસ અને હ્યુમન રાઇટ્સ માટે સક્રિય રીતે કાર્યરત છે. તેણે ગઈ કાલે દેશના સંસદસભ્યો અને મિનિસ્ટરો સાથે આ વિષયને લગતી બેઠક પણ કરી હતી.

આ આખીય એકિટવિટી પાછળ છોકરીઓ પણ કેટલી મહત્ત્વની છે અને નાની ઉંમરના લોકો મુકત વિચાર સાથે પુખ્તોને પણ ઘણું શીખવી શકે છે એવી જાગૃતિ માટે આ વન ડે પ્રોગ્રામ હાથ ધરાયો હતો.

(10:08 am IST)