Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

અમેરિકન સ્ટડીમાં ખુલાસો

સુશાંત કેસને નેતા-મીડિયાએ ફાયદા માટે 'મર્ડર'નું રૂપ આપ્યું

મિશિગન યૂનિવર્સિટીમાં એક ટીમે સુશાંતના કેસ પર સ્ટડી કરી જે દર્શાવે છે કે, જે કન્ટેન્ટ બિલકુલ નિરાધાર મર્ડર થિયરીઝને પ્રમોટ કરી રહ્યું હતું તેને સૂસાઈડ થિયરીથી કયાંય વધુ ટ્રકશન મળ્યું: સુસાઇડને બદલે મર્ડર તરીકે રજૂ કરવામાં આવ્યું

વોશીંગ્ટન, તા.૮: બોલિવૂડ એકટર સુશાંત સિંહ રાજપૂતના કેસમાં 'મર્ડર થિયરી'ને કેટલાક નેતાઓ, પત્રકારો અને મીડિયા હાઉસિસે પોતાના પોતાના ફાયદા માટે ઉપયોગ કર્યો હોવાનું બની શકે છે. આ વાતનો ખુલાસો ટ્વીટ્સ, યૂટ્યૂબ, વિડિયોઝ અને ટ્રન્ડઝ પર બેઝડ એક અનોખી અમેરિકન સ્ટડીમાં કરવામાં આવ્યો છે. આવું કરવા પાછળ વધુ ટ્રેકશન કારણ હોઈ શકે છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, મિશિગન યૂનિવર્સિટીમાં એક એસોસિએટ પ્રોફેસરની આગેવાનીમાં રિસર્ચર્સન એક ટીમે આ સ્ટડી કરી છે. આ સ્ટડી જણાવે છે કે, જે કન્ટેન્ટ બિલકુલ નિરાધાર મર્ડર થિયરીને પ્રમોટ કરી રહ્યું હતું, તેને સુસાઈડ થિયરી કરતા કયાંય વધુ ટ્રેકશન મળ્યું.

Anatomy Of A Rumors: Social Media And Suicide Of Sushant Singh Rajput ટાઈટલવાળી આ પ્રી-પ્રિન્ટ સ્ટડી જણાવે છે કે, રાજકારણીઓના એકાઉન્ટ્સ સુશાંત કેસમાં નેરેટિવને આત્મહત્યાથી હત્યામાં ફેરવવામાં મુખ્ય રહ્યા. રિસર્ચ ટીમે આશરે ૭ હજાર યૂટ્યૂબ વિડીયોઝ અને ૧૦ હજાર ટ્વીટ્સનું વિશ્લેષણ કર્યું. આ તમામ આશરે ૨ હજાર પત્રકારો તથા મીડિયા હાઉસિસ અને ૧૨૦૦ નેતા સાથે સંબંધિત હતા.

સ્ટડીમાં ઈશારો કરવામાં આવ્યો છે, ખાસ કરીને શરૂઆતી સ્ટેજમાં રાજકારણીઓ કેસને 'સુસાઇડ'ને બદલે 'મર્ડર' બદલે 'મર્ડર' તરીકે રજૂ કરી કેસને અલગ વળાંક આપવાનું કારણ બન્યા. ત્યારબાદ મીડિયાએ આને ફોલો કર્યુ. સ્ટડીમાં ભાવનાત્મક વિશ્લેષણ જણાવે કે, પોલિટિકલ એકાઉન્ટ્સે જુલાઈના મધ્યમાં CBI તપાસ અંગે સામૂહિક પ્રયાસો શરૂ કર્યા જયારે પત્રકારોએ ઓગસ્ટની શરૂઆતમાં મહારાષ્ટ્ર સરકાર વિરોધી નેરેટિવને પૂરી તાકાત સાથે આગળ વધાર્યું.

સ્ટડીમાં એ પણ નોંધવામાં આવ્યું કે, રિયા ચક્રવર્તી, આદિત્ય ઠાકરે, દિશા સાલિયાન અને સલમાન ખાન આ સમગ્ર કેસમાં દુષ્પ્રચાર અભિયાનના સૌથી વધુ ટાર્ગેટ પર રહ્યા. એસોસિએટ પ્રોફેસર જોયજીત પાલે અનુસાર, એ વાતની શકયતા ખૂબ જ ઓછી હતી કે, ઓનલાઈન એન્ગેજમેન્ટ ઓર્ગેનિક હતું. પાલે જણાવ્યું કે, 'સમગ્ર સોશિયલ મીડિયા સ્પેસને એટલા પ્રભાવી રૂપથી હથિયારબંદ કરવામાં આવ્યું કે, તમે કોઈપણ આવા મુદ્દાને, જેમાં ભાવનાત્મક એંગલ હોય, તેને એવી વાતમાં ફેરવી શકો છો જેની સાથે આખો દેશ ચોંટી રહે.'

પાલે કહ્યું કે, સુશાંત કેસ આજના ભારતમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ સ્ટોરી છે જે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આઉટસાઈડર હોવાને કારણે પગ જમાવવા માટે ખૂબ મહેનત કરે છે. આ સ્ટોરીને ઘણો બધો ઓર્ગેનિક રિસ્પોન્સ પણ મળ્યો. પાલ કહે છે કે, 'ડેટા અંગે ઘણી બધી વિસંગતતાઓ છે પણ તેની અંદર એક પેટર્ન છે. નંબર્સની દ્રષ્ટિએ ખાસું અંતર છે કે કેટલું એક પાર્ટી મર્ડર અંગે વાત કરે છે અને કેટલું બીજી પાર્ટી થિયરી વિશે. ડેટાના આટલા સ્તર પર તેન ઓર્ગેનિક હોવાની શકયતા ખૂબ ઓછી છે.

સ્ટડીમાં નોંધવામાં આવ્યું છે કે, ભાજપ સાથે જોડાયેલા એકાઉન્ટ્સ 'મર્ડર' શબ્દનો ઉપયોગ કરવામાં વધુ આક્રામક હતા. ડેટા દેખાડે છે કે, ભાજપ સાથે સંલગ્ન નેતાઓએ 'સૂસાઇડ' નેગેટિવને બદલે 'મર્ડર' રજૂ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી.

પાલ કહે છે, 'જયારે નેતાઓ અથવા મીડિયા હાઉસિસે સુશાંત વિશે વાત કરી ત્યારે તેને વધુ એંગેજમેન્ટ મળ્યું. તેની સરખામણીએ જયારે તેમણે કોઈ અન્ય વિષય પર વાત કરી ત્યારે તેવું એંગેજમેન્ટ જોવા ન મળ્યું. મીડિયા જેણે સુશાંતની સ્ટોરી રન કરી, તેમને આર્થિક લાભ પણ થયો.'

(10:07 am IST)