Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

ખેતીના કામ વ્હેલા પતાવી લેજોઃ નોરતામાં માવઠાની સંભાવના

કચ્છ-ઉત્તર ગુજરાતના તમામ ભાગો સહિત સૌરાષ્ટ્રના ૪૦ ટકા આસપાસના ભાગોમાંથી ચોમાસાની વિદાય : બંગાળની ખાડીવાળી સિસ્ટમ્સની અસરથી તા.૧૬ થી ૨૧ ઓકટોબર દરમિયાન છુટાછવાયા વિસ્તારોમાં ઝાપટા, હળવો મધ્યમ કે અમુક ભાગોમાં તો ભારે વરસાદની શકયતાઃ સીસ્ટમ્સમાં ફેરફાર થવા સંભવ

રાજકોટઃ નેઋત્યનું ચોમાસુ વિદાય લઇ રહયું છે. સૌરાષ્ટ્રના ૪૦ ટકા ભાગો, કચ્છ અને ઉત્તર ગુજરાતના તમામ ભાગોમાંથી ચોમાસાએ વિધિવત વિદાય લીધી છે. દરમિયાન આવતીકાલે બંગાળની ખાડીમાં એક સીસ્ટમ્સ બની રહી છે. હાલના અનુમાન મુજબ આ સીસ્ટમ્સ સૌરાષ્ટ્ર તરફ આવે તેવી શકયતા છે. જો આ સીસ્ટમ્સ તરફ આવે તો નોરતામાં માવઠાની પુરેપુરી સંભાવના રહેલી હોવાનું વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યું છે.

 કચ્છ ઉતરગુજરાત ના તમામ ભાગો ઉપરાંત સૌરાષ્ટ્ર ના ૪૦ ટકા આસપાસ ના ભાગો માંથી ચોમાસા ની વિધિવત વિદાય  થઇ ગઇ છે.

તા.૯ ઓકટોબર આસપાસ બંગાળની ખાડીમાં લો પ્રેસર થનાર છે...હાલ અંદાજ પ્રમાણે અંદામાન સમુદ્ર લાગુ ઇસ્ટ સેન્ટ્રલ બંગાળ ની ખાડી આસપાસ થશે...૧૦/૧૧ તારીખ સુધી માં ઉતરોતર મજબુત બની ને ડીપ્રેશન સુધી મજબતુ થશે... આન્ધ્ર પ્રદેશ લાગુ ઓડીસા કોસ્ટ આસપાસ પર ટકરાશે...બાદ સિસ્ટમ્સ તેલંગાણા વિદર્ભ થઇ ને મહારાષ્ટ્ર વાયા દ.ગુજરાત લાગુ અરબ સાગર લાગુ સૌરાષ્ટ્ર ના દરીયાકાંઠે ક્રમશઃ નબડી પડી ને નબળા લો પ્રેસર કે અપરએર સાયકલોનીક સરકયુલેશન સ્વરુપે આવે તેવી શકયતા છે...જેની અસર સ્વરુપ તા.૧૬/૧૭ થી તા.૨૦/૨૧ દરમ્યાન રાજયના બહોળા છુટાછવાયા વિસ્તારો માં ઝાપટા હળવો મધ્યમ કે અમૂક અમુક વિસ્તારો માં તો ભારે વરસાદ કે માવઠાની શકયતા છે....એટલે ખેતીના જે પણ કામ હોય તે તા.૧૫ સુધી માં આટોપી લેવા...

હાલ ઘણા સમય પહેલા નું હોય એટલે ૪૦ ટકા શકયતા જ રહેલી છે. કેમકે હાલ ચોમાસુ વિદાય નો સમય ચાલી રહ્યો હોય એટલે મેજર ફર ફર થતા હોય છે. બાકી જેમ જેમ સ્થિતી સ્પષ્ટ થશે તેમ તેમ માહિતી અપાશે.તા.૧૮ ઓકટોબર આસપાસ બંગાળની ખાડીમા બીજી એક મજબુત સિસ્ટમ્સ બનશે. જે વાવાઝોડા સુધી મજબુત થઇ શકે છે.

(9:50 am IST)