Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

`અનલોકમાં માંગમાં સુધારો છતાં મોટા શહેરોમાં જુલાઈ-સપ્ટેમ્બરમાં મકાનોનું વેચાણ 35% ઘટ્યુ

એપ્રિલ-જુનની તુલનાએ વેચાણ બમણું : વાર્ષિક ધોરણે 7 શહેરોમાં વેચાણ 46% ઘટ્યું:તહેવારો નજીક આવતા રિયલ એસ્ટેટમાં સુધારો થવાની આશા

નવી દિલ્હી : લોકડાઉનને દૂર કર્યા બાદ માંગમાં સુધારો થયો હોવા છતાં દેશના સાત મોટા શહેરોમાં રહેણાંક એકમોનું વેચાણ જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન વાર્ષિક ધોરણે 35 ટકા ઘટીને 50,983 એકમનું થયું છે. એક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે.

   ડેટા વિશ્લેષણ કરનારી કંપની પ્રોપ ઇક્વિટીએ જણાવ્યું હતું કે, ગત વર્ષએ જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન દેશના સાત મોટા શહેરો દિલ્હી-NCR, મુંબઇ મહાનગર વિસ્તાર (MMR), ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ અને પુણેમાં 78,472 યુનિટનું વેચાણ થયું હતું.

જો કે, એપ્રિલ-જૂન ક્વાર્ટરની તુલનામાં રહેણાંક એકમોનું વેચાણ બમણું થયું છે. આ વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં આ શહેરોમાં 24,936 એકમોનું વેચાણ થયું હતું. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ કંપની એનારોકે ગયા અઠવાડિયે કહ્યું હતું કે, વાર્ષિક ધોરણે આ સાત શહેરોમાં રહેણાંક યુનિટ્સનું વેચાણ જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન 46 ટકા ઘટ્યું છે, એટલે કે આ સમયગાળા દરમિયાન 29,520 એકમોનું વેચાણ થયું છે.

પ્રોપ ઇક્વિટીના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર (એમડી) સમીર જસુજાએ જણાવ્યું કે, ભારતીય રિયલ એસ્ટેટ ક્ષેત્રે થોડો સુધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રિમાસિક ગાળામાં ઘણા પ્રોજેક્ટ્સ શરૂ થયા છે. તેમણે કહ્યું કે, તહેવારો દરમિયાન ડેવલપર વધુ ડિસ્કાઉન્ટ અને આકર્ષક ઓફરો રજુ કરશે, જેના કારણે ગ્રાહકોને આકર્ષિત થાય તેવી અપેક્ષાછે 

(8:26 am IST)