Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

મણીપુર અને નાગાલેન્ડના પૂર્વ રાજ્યપાલ અને પૂર્વ સીબીઆઈ ડાયરેક્ટર અશ્વિની કુમારની આત્મહત્યા

શિમલા ખાતેના પોતાના ઘરમાં ગળેફાંસો હાલતમાં મૃતઃદેહ મળ્યો

મણિપૂરના પૂર્વ રાજ્યપાલ અશ્વિની કુમારે શિમલામાં પોતાના ઘરે શંકાસ્પદ અવસ્થામાં નિધન થયું છે અશ્વિની કુમાર ડીજીપી અને સીબીઆઈના પ્રમુખ પણ રહી ચુક્યા છે. શિમલાના એસપી મોહિત ચાવલાએ કહ્યું છે કે મણીપુર અને નાગાલેન્ડના પૂર્વ રાજ્યપાલ અને પૂર્વ સીબીઆઈ ડાયરેક્ટર અશ્વિની કુમારે પોતાના ઘરે આત્મ હત્યા કરી લીધી છે

અશ્વિની કુમારે ઓગષ્ટ 2006થી લઈને જુલાઈ 2008 સુધી હિમાચલ પ્રદેશના ડીજીપી પદ ઉપર રહ્યાં હતા. તે બાદ તેણે સીબીઆઈના ચીફ તરીકે નિમણુંક કરવામાં આવી હતી. આ પદ ઉપર અશ્વિની કુમાર 2 ઓગષ્ટ 2008થી 30 નવેમ્બર 2010 સુધી રહ્યાં હતાં. તે બાદ મણીપુરના રાજ્યપાલ તરીકે નિમણૂંક કરવામાં આવ્યાં હતા. આ પદ ઉપર અશ્વિની કુમાર જુલાઈ 2013થી ડિસેમ્બર 2013 સુધી રહ્યાં હતાં.

પોલીસના ડિજિટલાઈઝેશન અને થાણા સ્તર પર કમ્પ્યૂટરના ઉપયોગની શરૂઆત તેમણે જ કરાવી હતી. તેમના કાર્યકાળમાં જ ફરિયાદોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેથી દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને ફરિયાદ માટે પોલીસ સ્ટેશન આવવાથી રાહત મળી હતી.

અશ્ચિની કુમાર જુલાઈ 2008માં સીબીઆઈના ડાયરેક્ટર બન્યાં હતાં. અશ્ચિની સીબીઆઈ ડાયરેક્ટર બનનારા હિમાચલ પ્રદેશના પહેલા પોલીસ અધિકારી હતા. મે 2013માં તત્કાલીન યૂપીએ સરકારે તેમને પહેલા નાગાલેન્ડના અને ત્યાર બાદ 2013માં તેમને જ ફરીથી મણિપુરના ગવર્નર બનાવ્યા હતાં

(12:00 am IST)