Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

મહિલા પહેલવાન અને ભાજપના નેતા બબીતા ફોગાટે હરિયાણાના રમતગમત વિભાગમાંથી રાજીનામું આપ્યું

નવી દિલ્હી : ભારતીય મહિલા પહેલવાન અને ઓલિમ્પિક્સમાં મેડલ જીતી ચૂકેલી બબીતા ફોગટે તથા કબડ્ડી ખેલાડી કવિતા દેવીને ગયા વર્ષે જુલાઈ મહિનામાં હરિયાણામાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે નીમવામાં આવ્યા હતા. જોકે બબીતા ફોગટે હરિયાણાના રમત ગમત અને યુવા વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટરના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે

આ અંગે બબીતાએ કોઈ કારણ જણાવ્યું નથી માત્ર કહ્યું કે, નિવારી શકાય નહીં તેવા કારણોસર તેણે રાજીનામું આપી દીધું છે. જોકે તેણે એક અંગ્રેજી દૈનિકને આ અંગે વિગતવાર માહિતી આપી હતી. તેણે જણાવ્યું હતું કે તે સક્રિય રીતે રાજકારણમાં ભાગ લેવા માગે છે અને તેથી રાજીનામું આપ્યું છે.

બબીતા ફોગટ બિહારની વિધાનસભાની ચૂંટણી ઉપરાંત બરોડા ખાતેની પેટા ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર કરનારી છે અને તેથી તેણે આ નિર્ણય લીધો છે. બબીતા તથા કબડ્ડી ખેલાડી કવિતા દેવીને ગયા વર્ષે જુલાઈ મહિનામાં હરિયાણામાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે નીમવામાં આવ્યા હતા. 2017ની કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનારી બબીતા 2019ની વિધાનસભાની ચૂંટણીમાં દાદરી બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી પરંતુ હારી ગઈ હતી

(12:00 am IST)