Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

બિહાર ચૂંટણી : કોંગ્રેસના 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

વજીરગંજના શશી શેખર, બરબીઘાથી ગજાનંદ શાહી, વારિસલીગંજના સતિષકુમારસિંહ ઉર્ફે મંનટન સિંઘને ટિકિટ

બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત થયા બાદ પણ બધા જ રાજનૈતિક દળ પોત-પોતાની તૈયારીમાં લાગી ગયા છે. આ વચ્ચે મહાગઠબંધનની સાથે મળીને ચૂંટણી લડી રહેલી કોંગ્રેસે પ્રથમ ચરણ માટે પોતાના 21 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.

 બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મહાગઠબંધનથી 70 બેઠકો મળી છે. વજીરગંજના શશી શેખર, બરબીઘાથી ગજાનંદ શાહી, વારિસલીગંજના સતિષકુમારસિંહ ઉર્ફે મંનટન સિંઘ, કહાલગાંવથી શુભાનંદ મુકેશ,હિસુઆથી નીતુ કુમારી, ઔરંગાબાદથી આનંદ શંકરસિંઘ, સિકંદરાના સુધીરકુમાર ઉર્ફે બંટી ચૌધરી, બક્સરથી મુન્ના તિવારી અને બ્રિક્રમથી સિદ્ધાર્થને ટિકિટ આપવામાં આવી છે.

બીજી તરફ લખીસરાયથી અમરેશકુમાર અનીશ, ગયાથી મોહન શ્રીવાસ્તવ, ચેન્નારીથી મુરારી પ્રસાદ ગૌતમ, બાઢ માંથી સત્યેન્દ્ર બહાદુર, ટેકારીથી અશોક ગગન, ગોવિંદપુરથી મો. કામરાનને ટીકિટ આપી છે. ઉલ્લેખનીય છે કે બિહારની પ્રથમ તબક્કાની 71 બેઠકો માટેની ચૂંટણીઓ 28 ઓક્ટોબરના રોજ યોજાવાની છે. ત્યાર પછી આ પછી 3 નવેમ્બરે 94 બેઠકો પર અને 7 નવેમ્બરે 78 બેઠકો પર મતદાન થવાનું છે. ઉલ્લેખનીય છે કે આ મતદાન પછી 10 નવેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે.

કોંગ્રાસના પ્રથમ ચરણના ઉમેદવાર

  • કહલગાંવ- શુભાનંદ મુકેશ
  • વજીરગંજ- શશી શેખર
  • બરબીઘા- ગજાનંદ શાહી
  • વારિસલીગંજ- સતિષ કુમાર સિંહ ઉર્ફ મનટન સિંહ
  • હિસુઆ-નીતૂ કુમારી
  • બક્સર-મુન્ના તિવારી
  • વિક્રમ-સિદ્ધાર્થ
  • કુટુમ્બા- રાજેશ રામ
  • ઔરંગાબાદ- આનંદ શંકરસિંહ
  • સિકંદરા- સુધીરકુમાર ઉર્ફ બંટી ચૌધરી
  • કરગહર- સંતોષ મિશ્રા
  • સુલ્તાનગંજ- લલન કુમાર
  • લખીસરાય- અમરેશ કુમાર અનીશ
  • અમરપુર- જીતેન્દ્રસિંહ
  • ગયા- મોહન શ્રીવાસ્તવ
  • ચેનારી- મુરારી પ્રસાદ ગૌતમ
  • રાજપુર- વિશ્વનાથ રામ
  • ચૈનપુર- પ્રકાશકુમાર સિંહ
  • બાઢ- સત્યેન્દ્ર બહાદુર
  • ટેકરી- સુમંત કુમાર
  • ગોવિંદપુર- મો. કામરાન
(12:00 am IST)