Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

' આજ તક ' ટ્રેડમાર્કનું ઉલ્લંઘન કરતી વેબસાઇટ્સ ઉપર રોક લગાવો : ગૂગલ, ફેસબુકને દિલ્હી હાઇકોર્ટેનો આદેશ

ન્યુદિલ્હી : આજ તક ટ્રેડમાર્કના માલિકો દ્વારા દિલ્હી હાઇકોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો કે પ્રતિવાદીઓ તેમની વેબસાઇટના ભાગરૂપે આજ તક ચિહ્નનો ઉપયોગ કરી રહ્યા છે.

આથી દિલ્હી હાઈકોર્ટે સોમવારે ગૂગલ અને ફેસબુકને "આજ તક" ટ્રેડમાર્ક  નું ઉલ્લંઘન કરવા બદલ સંખ્યાબંધ વેબસાઈટોના ડોમેન નામો અને વેબ પ્લેટફોર્મ સ્થગિત કરવાનો નિર્દેશ આપ્યો છે.

કોર્ટે વિવાદાસ્પદ વેબસાઈટ સામે અગાઉ મંજૂર કરેલા વચગાળાના મનાઈ હુકમને પણ લંબાવ્યો હતો.

ન્યાયમૂર્તિ સુરેશ કુમાર કૈતે "આજ તક" ટ્રેડમાર્કના માલિકો દ્વારા દાખલ કરાયેલા દાવામાં આ આદેશ પસાર કર્યો હતો જેઓ એ હકીકતથી વ્યથિત હતા કે પ્રતિવાદીઓ તેમની વેબસાઇટના ભાગ રૂપે "આજ તક" ચિહ્નનો ઉપયોગ કરી રહ્યા હતા.

અગાઉ, કોર્ટે ચાર વેબસાઇટ્સને ટ્રેડમાર્કનો ઉપયોગ કરવા પર રોક લગાવી હતી અને જોયું હતું કે વાદીઓના ટ્રેડમાર્ક અને ઉપકરણ/સંયુક્ત ચિહ્નનો વ્યાપક ઉપયોગ વિરુદ્ધ કંપની દ્વારા કરાતા  જાહેરાત ખર્ચને લગતા આંકડાને ધ્યાનમાં લેવા જોઈએ.

તેથી, કોર્ટે તેમના ડોમેન નામોને સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(12:14 pm IST)