Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

કાલે પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક : ઘઉં અને અન્ય પાકોની MSP અંગે લેવાઈ શકે નિર્ણય

બેઠકમાં ટેલિકોમ અને ટેક્સટાઇલ સેક્ટર માટે રાહત પેકેજ આપવાનો નિર્ણય લેવામાં આવી શકે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેબિનેટની બેઠક યોજાશે. આ બેઠકમાં ઘઉં અને અન્ય પાકો પર એમએસપી વધારવાને લઈને નિર્ણય લેવામાં આવી શકે છે. પીએમ મોદીના આવાસ પર યોજાનારી બેઠકમાં ટેલિકોમ અને ટેક્સટાઇલ સેક્ટર માટે રાહત પેકેજ આપવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.

મહત્વનું છે કે કિસાનોનું 9 મહિના કરતા વધુ સમયથી દિલ્હીની સરહદો પર આંદોલન ચાલી રહ્યું છે. એટલું જ નહીં હાલમાં કિસાન સંગઠનોએ પોતાના આંદોલનને ઉગ્ર બનાવ્યું છે. આજે કિસાન સંગઠનોએ હરિયાણાના કરનાલમાં મહાપંચાયત બાદ મિની સચિવાલય સુધી માર્ચ કાઢી હતી.

ત્યારબાદ ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે ટ્વીટ કરી કહ્યુ- અમે કિસાન સાથીઓ સહિત લઘુ સચિવાલય કરનાલ પહોંચી ચુક્યા છીએ, પોલીસે અટકાયત જરૂર કરી હતી પરંતુ યુવાનોના જોશની આગળ પોલીસે તેમને છોડવા પડ્યા. કિસાન સાથીઓની સાથે સચિવાલય પર ઉપસ્થિત છું લડાઈ જારી રહેશે.

(12:00 am IST)