Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

સુશાંતસિંહ રાજપૂત કેસ : નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ રિયાની ધરપકડ કરી

સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં સૌથી મોટી ધરપકડ : લાંબી પુછપરછ બાદ અભિનેત્રી રિયા ચક્રવર્તીની ડ્રગ્સ મામલે ધરપકડ કરી મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં લઈ જવાઈ : કાલે કોર્ટમાં રજૂ કરાશે

મુંબઈ, તા. : બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે અત્યાર સુધીની સૌથી મોટી ધરપકડ થઈ છે. કેસમાં મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી) ધરપકડ કરી છે. હવે બુધવારે ( સપ્ટેમ્બર)ના રોજ રિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સપ્ટેમ્બરના રોજ શૌવિક ચક્રવર્તી, સેમ્યુઅલ મિરાન્ડા અને દીપેશ સાવંતનાં રિમાન્ડ પૂરી થઈ રહ્યા છે. આથી એનસીબી રિયા અને ત્રણેને પણ એકસાથે કોર્ટમાં રજૂ કરશે. કોર્ટની કાર્યવાહી પણ વીડિયો કોન્ફરન્સ દ્વારા થશે.

સૂત્રો અનુસાર કોર્ટ પાસેથી એનસીબી રિયાની ડિમાન્ડની માગણી કરશે જ્યારે બાકી ત્રણનાં રિમાન્ડનો સમયગાળો વધારવા માટે પણ કહેશે. હવે જ્યારે રિયાએ પોતાની પર લાગેલા આરોપો ફગાવ્યા હતા. જોકે, ત્રીજા દિવસે પૂછપરછમાં તેણે કબૂલ કર્યું કે તેણે ડ્રગ્સ મેળવવામાં મદદ કરી હતી.

પૂછપરછમાં રિયાએ વાત પણ કબૂલ કરી કે તે સુશાંતની ડ્રગ્સ પાર્ટીઓમાં પણ તેણે હાજરી આપી હતી જ્યાં સુશાંતે તેને ડ્રગ્સ લેવાનું પણ કહ્યું હતું. રિયાએ કહ્યું કે તે શ્યોર નથી પરંતુ શક્ય છે કે તે તેણે મારિજુઆના (એક પ્રકારનો ગાંજા)નું સેવન કર્યુ હોય. રિયાની ધરપકડ પછી બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ કહ્યું કે,'રિયા ચક્રવર્તી એક્સપોઝ થઈ ગઈ છે. તેનું ડ્રગ પેડલર્સ સાથે કનેક્શન હતું. હવે વાત સામે આવી છે અને કારણે તેની ધરપકડ કરવામાં આવી છે. એનસીબીએ જરુરિયાત માટે રિયા વિરુદ્ધ પુરાવા એકઠા કર્યા છે.'

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી) સુશાંત સિંહ રાજપૂતના કેસમાં ડ્રગ ચેટ મામલે રિયા ચક્રવર્તીની મંગળવારે સતત ત્રીજા દિવસે પૂછપરછ કરી હતી. સોમવારે પણ રિયા ચક્રવર્તીની લાંબી પૂછપરછ થઈ હતી. રિયા ચક્રવર્તીને સોમવારે પણ સતત કલાક પૂછપરછ કરવામાં આવી હતી. લાંબી પૂછપરછમાં પણ રિયા પોતાની વાત પર મક્કમ હતી કે તેણે સુશાંત માટે ડ્રગ્સ ખરીદ્યા પરંતુ ક્યારેય તેનું સેવન કર્યું નથી. મેરેથોન પૂછપરછ પછી હવે રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે.

એનસીબીની ટીમે રિયાનો અરેસ્ટ મેમો તૈયાર કર્યો હતો. જેવો અરેસ્ટ મેમો તૈયાર થઈ ગયો કે પછી તેની ધરપકડ કરીને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવી છે. એનસીબીના ડેપ્યુટી ડિરેક્ટર કેપીએસ મલ્હોત્રાએ રિયાની ધરપકડને કન્ફર્મ કરી છે.

પહેલા એનસીબીની ટીમે રિયા ચક્રવર્તીની અટકાયત કરી હતી. પહેલા ડોક્યુમેન્ટ્સની કાર્યવાહી ચાલી રહી હતી. જે પૂરી થઈ ગયા પછી હવે રિયાની ધરપકડ કરવામાં આવી છે અને રિયાનો મેડિકલ ટેસ્ટ તેમજ કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

(7:14 pm IST)