Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

બીએમસીએ કંગનાની ઓફિસે ગેરકાયદે બાંધકામ અંગે નોટિસ ચોંટાડી

મુંબઈ,તા.૮: : બોલીવુડ અભિનેત્રી કંગના રનોતની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. અભિનેત્રીની મુંબઈ સ્થિત ઓફિસ પર બીએમસીની ટીમે દરોડા પાડ્યા હતા. હવે કંગનાને બીએમસી તરફથી નોટિસ ફટકારવામાં આવી છે. બીએમસી પ્રમાણે કંગના રનોતની ઓફિસ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી છે. કંગનાની ઓફિસ પર બીએમસીએ નોટિસ મારી દીધી છે. બીએમસીનું માનવું છે કે કંગનાની ઓફિસમાં અલગ રીતે પાર્ટિશન કરવામાં આવ્યું છે. બાલકની એરિયાનો રૂમની જેમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બીએમસીનું માનવું છે કે ઓફિસ નિર્માણમાં નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે.

શિવસેના અને કંગના રનોત વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી શાબ્દિક પ્રહાર ચાલી રહ્યો છે. હવે બીએમસીએ કંગનાની મુશ્કેલી વધારવાનું કામ શરૂ રહ્યું છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એકટના સેકશન ૩૫૪ (A) હેઠળ કંગના પોતાના ઘરેથી ઓફિસનું કોઈ કામ કરી શકે નહીં. નોટિસમાં તેવું લખવામાં આવ્યું છે કે, આગામી ૨૪ કલાકની અંદર કંગનાએ પોતાની ઓફિસના કન્સટ્રકશન અને રિઇનોવેશન સંબંધિત તમામ ડોકયૂમેન્ટ બીએમસી ઓફિસમાં જમા કરાવવાના છે. બીએમસીએ સવારે કંગનાની ઓફિસની દીવાલ પર નોટિસ ચોંટાડી છે.

(3:32 pm IST)