Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

અમારી હાલત વેશ્યાઓથી પણ બદતર

મહિલા પોલીસ કર્મચારીઓએ ડીજીપીને લખ્યો પત્ર : સમાજવાદી પાર્ટીએ સરકાર સામે ઉઠાવ્યા સવાલો

લખનૌ,તા. ૮: ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌ સ્થિત રેડીઓ મુખ્યાલયમાં કાર્યરત મહિલા કર્મચરીઓએ અધિકારીઓ પર શારિરિક અને માનસીક શોષણના આક્ષેપો કર્યો છે. તેમણે આ અંગે પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) હિતેષચંદ્ર, અવસ્થીને પત્ર લખ્યો છે. પત્રમાં કહેવાયું છે કે પોલીસ કંટ્રોલ રૂમ ૧૧૨થી વાયરલેશમાં પોસ્ટીંગના નામે સોદાબાજીનું દબાણ કરવામાં આવે છે.સમાજવાદી પાર્ટી (સપા)એ આ મુદે ઉત્તરપ્રદેશ સરકારને કઠેડામાં ઉભી કરી છે. સપાએ સરકાર પાસે માંગણી કરી છે કે તે ડીજીપી પાસે આ ઘટનાની તપાસ કરાવે આ દોષિત ઠાકુરે પણ પોલીસ રેડીયો હેડ કવાર્ટમાં કામ કરતી મહિલા કર્મચારીઓના કહેવાતા શોષણની તપાસની માંગણી કરી છે. આ અંગે નુતન ઠાકુરે પણ ડીજીપીને પત્ર લખ્યો છે. નુતને જણાવ્યું કે રેડીયો મુખ્યાલયની યુવા મહિલા કર્મચારીઓ દ્વારા ડીજીપી તથા અન્યને મોકલાયેલ પત્રની કોપી તેમને મળી છે. ફરિયાદ અનુસાર કેટલીક સીનીયર મહિલા કર્મચારીઓ આ કામમાં સામેલ છે. આ બધુ કામ એક ડીઆઇજી દ્વારા કરવામાં આવી રહ્યું છે.

(2:46 pm IST)