Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

પ્લેનમાં મુસાફરી કરનારાઓ માટે તમામ એરલાઇન્સે બદલી દીધા ભોજનના મેનુ

ઈન્ડિગો, એર ઇન્ડિયા, સ્પાઇસ જેટ, વિસ્તારા એરલાઇન્સે અનેક ફેરફાર કર્યા

નવી દિલ્હી, તા. ૮ : કેન્દ્ર સરકારે તમામ એરલાઇન્સને સફર દરમિયાન મુસાફરોને ભોજન પીરસવા માટે મંજૂરી આપી દીધી છે. ફ્લાઇટમાં ભોજન પીરસવાની મંજૂરી મળતાં જ એરલાઇન્સે હવે તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરંતુ હવે મેન્યૂ પહેલાથી ઘણું બદલાઈ ગયું છે. હવે ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં મુસાફરોને પ્રી-પેકટ સ્નેકસ, મીલ અને બેવરેજિસ મળી શકશે.ઙ્ગઈન્ડિગો, એર ઇન્ડિયા, સ્પાઇસ જેટ, વિસ્તારા એરલાઇન્સેતમામે ભોજનના મેન્યૂમાં કેટલાક ફેરફાર કર્યા છે.

સરકારી આદેશ મુજબ, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં હોટ મીલ પણ મળી શકશે. આ ઉપરાંત સરકાર તરફથી કોરોના વાયરસને રોકવાની દિશામાં થોડી સખ્તાઈ પણ વર્તવામાં આવી છે. મૂળે, ડાયરેકટ્રોરેટ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે જો કોઈ મુસાફર સફર દરમિયાન માસ્ક પહેરવાનો ઇન્કાર કરે છે તો તેનું નામ એરલાઇન દ્વારા નો-ફ્લાય લિસ્ટમાં પણ મૂકી શકાય છે

ઈન્ડિગો- લાઇટ મીલનું ઓપ્શન- IndiGo ના મેન્યૂમાં વેજ અને નોનવેજ સેન્ડવીચની સાથે કુકીઝ કે કેશ્યૂ બોકસનો વિકલ્પ છે. પરંતુ સ્નેકસ માટે પ્રી બુકિંગ જરૂરી છે. એર ઇન્ડિયા- ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સમાં ગરમ ભોજન, ડ્રિન્સ્ મળશે. ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં લાઇટ મીલ પીરસવામાં આવશે. નોનવેજ અને સ્પેશલ મીલની સુવિધા નથી. સ્પાઇસ જેટ- ૧૩ સપ્ટેમ્બરથી મીલ સર્વિસ શરૂ થશે. માત્ર પ્રી બુકિંગનું ઓપ્શન છે. સેન્ડવીચ, નૂડલ્સ ઉપરાંત છોલે, પરોઠા મળશે. બેવરેજની પણ પૂરી રેન્જ છે. તેની સાથે જ ગુડીઝ બેગનો પણ વિકલ્પ છે.

વિસ્તરા- આગામી સપ્તાહથી મીલ સર્વિસ શરૂ થશે. પ્રીપેકડ મીલ અને બેવરેજનું ઓપ્શન મળશે.ડોમેસ્ટિક ફ્લાઇ્ટસ માટે અત્યાર સુધી મુસાફરો માટે મીલ સર્વિસ નહોતી. મુસાફર ફ્લાઇટની અંદર કંઈ પણ ખાઈ નહોતા શકતા. નવા SOP બાદ એરલાઇન્સ પ્રી-પેકડ સ્નેકસ/મીલ્સ/ડ્રિંકસ પીરસી શકશે. આ ઉપરાંત ભોજનની સામગ્રી માત્ર ડિસ્પોજેબલ પ્લેટ, કટલરી અને ગ્લાસમાં આપી શકાશે, જેને ફરી ઉપયોગમાં નહીં લઈ શકાય. ક્રૂ મેમ્બર્સ મુસાફરોને ભોજન પીરસશે તો તેમને દરેક વખતે પોતાના હાથના ગ્લોવ્ઝ બદલવા પડશે. આ દરમિયાન પેસેન્જર ઓન બોર્ડ એન્ટરટેઇમેન્ટ પણ લઈ શકશે.

(2:46 pm IST)