Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

મહારાષ્ટ્રમાં ફરી ભૂકંપનો આંચકો : નાસિકથી 103 કી.મી દૂર ધરા ધ્રુજી : રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.8ની નોંધાઈ

મુંબઈ : દેશમાં કોરોનાની સાથે ભૂંકપનાં આંકડાઓ પણ વધી રહ્યા છે. જેનો સિલસિલો હજુ પણ યથાવત છે.મળતી  માહિતી મુજબ આજે સવારે 9.50 વાગ્યે મહારાષ્ટ્રનાં નાસિકથી 103 કિમી પશ્ચિમમાં અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.8 માપવામાં આવી છે

 અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રનાં પાલઘર ખાતે મોડી રાત્રીએ 1.05 વાગ્યે ભૂકંપ નોંધાયો હતો. તેની તીવ્રતા 3.1 હતી અને સોમવારે મહારાષ્ટ્રનાં પાલઘરમાં ઘણી વખત ભૂકંપ આવ્યો હતો. પાલઘર આ દિવસોમાં ભૂકંપનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે.

(12:24 pm IST)