Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

બ્રિટનમાં ફરી કોરોના વાયરસ ધુણવા લાગ્યો

શાળા-કોલેજો ખુલવાની છે તે ટાંકણે જ કેસમાં ઉછાળો

લંડન તા. ૮ :.. ઇંગ્લેન્ડમાં ગઇકાલે કોરોના પોઝીટીવ કેસોમાં ફરીથી મોટો ઉછાળો આવ્યો હતો. લોકો હવે કામ પર જઇ રહ્યા છે અને શાળા-કોલેજો ખુલવાની તૈયારી છે ત્યારે જ એવું લાગી રહ્યું છે કે સરકારે કોરોના મહામારી પરનો કંટ્રોલ ગુમાવ્યો છે.

લેબર પાર્ટીએ માંગણી કરી છે કે આરોગ્ય સચિવ મેટ હેન્કોક તાત્કાલીક હાઉસ ઓફ કોમનમાં વધી રહેલા કેસ અને લોકોને ટેસ્ટ કરાવવા માટે ૧૦૦ માઇલના ધકકા ખાવા પડે છે તે અંગે બયાન આપે.

ગઇકાલે યુકેમાં લગભગ ૩૦૦૦ નવા પોઝીટીવ કેસ જાહેર થયા છે જે એક દિવસમાં પ૦ ટકાનો ઉછાળો અને દર્શાવે છે અને મે મહિના પછી એક દિવસમાં સૌથી વધારે કેસ  છે. સાઉથ વેસ્ટના જાહેર આરોગ્ય વિભાગના ભૂતપૂર્વ રીજયોનલ ડાયરેકટર પ્રો. ગ્રેબીએલ સ્કેલીએ કહયું કે એવું લાગે છે કે તે લોકોએ વાયરસ પરથી કંટ્રોલ ગુમાવ્યો છે. તેમણે કહયું કે આપણી સૌથી ગરીબ વસ્તીમાં આ મહામારી હજુ ચાલુ જ છે અને આપણે જયારે શાળા-કોલેજો શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છીએ ત્યારે આ મોટી ચિંતાનો વિષય બની જાય છે.

ઇંગ્લેન્ડના જાહેર આરોગ્ય ખાતાના આંકડઓ અનસાર ગઇકાલે યુકેમાં ર૯૮૮ નવા કેસો આવ્યા હતાં. અમુક જગ્યાઓએ ટેસ્ટીંગ સેન્ટરો જરૂરીયાત અનુસાર ન ખોલાયા હોવાથી ટેસ્ટીંગ કરાવવા ઇચ્છતા લોકોને પ૦ થી ૬૦ માઇલ દુરના સેન્ટરો પર ટેસ્ટીંગ માટે જવું પડે છે. જેથી આવક - જાવક થઇને ૧૦૦ માઇલનો ફેરો પડે છે.

(11:52 am IST)