Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

ટાટા મોટર્સ રૂ. ૭૨૬ કરોડમાં ફોર્ડ ઇન્‍ડિયાનો સાણંદ પ્‍લાન્‍ટ હસ્‍તગત કરશે

ફોર્ડ ઇન્‍ડિયાએ સાણંદ પ્‍લાન્‍ટ આશરે ૩૫૦ એકરમાં ફેલાયેલો છે

નવી દિલ્‍હી, તા.૮: ટાટા મોટર્સની સબસિડિયરી ટાટા પેસેન્‍જર ઇલેક્‍ટ્રિક મોબિલિટી લિ.(TPEML) ફોર્ડ ઇન્‍ડિયાનો ગુજરાતનો સાણંદ પ્‍લાન્‍ટ રૂ. ૭૨૫.૭ કરોડમાં હસ્‍તગત કરશે, એમ કંપનીએ એક્‍સચેન્‍જીસને માહિતી આપી છે. કંપનીએ ફોર્ડ ઇન્‍ડિયા સાથે યુનિટ ટ્રાન્‍સફર એગ્રીમેન્‍ટ (UTA) પર હસ્‍તાક્ષર કર્યા છે. આ કરારના ભાગરૂપે કંપનીએ કરાર મુજબ ભારતીય ઓટો કંપની ફોર્ડ ઇન્‍ડિયાની એસેટ્‍સ- જમીન અને બિલ્‍ડિંગ્‍સ, મશીનરી અને ઇક્‍વિપમેન્‍ટની સાથે વેહિકલ મેન્‍યુફેક્‍ચરિંગ પ્‍લાન્‍ટ પણ સામેલ છે.  
ફોર્ડ ઇન્‍ડિયાએ સાણંદ પ્‍લાન્‍ટ આશરે ૩૫૦ એકરમાં ફેલાયેલો છે. જ્‍યારે એન્‍જિન ઉત્‍પાદન પ્‍લાન્‍ટ ૧૧૦ એકરમાં છે. આ વર્ષે ટાટા મોસર્સને ફોર્ડ પેસેન્‍જર કાર મેન્‍યુફેક્‍ચરિંગ પ્‍લાન્‍ટનું હસ્‍તાંતરણ કરવાની મંજૂરી મળી હતી. આ પ્રસ્‍તાવને કેન્‍દ્રીય કેબિનેટએ પણ મંજૂર કરી દીધો હતો. ફોર્ડે મોટરે ગયા વર્ષે ભારતમાં કંપનીનો વ્‍યવસાય સમેટવાની જાહેરાત કરી હતી

 

(4:24 pm IST)