Gujarati News

Gujarati News

News of Wednesday, 8th June 2022

રશિયાની મોટી જાહેરાત : ગ્લોબલ બેંચમાર્કની તુલનાએ 30 ટકા ઓછા ભાવે વેચશે ક્રૂડઓઇલ

ભારતને બેરલ દીઠ માત્ર 10 ડોલરનો જ ફાયદો થાય. જ્યારે યુરોપના દેશો રશિયાની નજીક હોવાથી તેમને ટ્રાન્સપોર્ટેશન સસ્તુ પડે

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયાને ત્રણ મહિના વીતી ચૂક્યા છે ત્યારે રશિયાએ ક્રૂડ ઓઈલ બાબતે મોટુ એલાન કર્યું હતું. રશિયાએ જણાવ્યું હતું કે, તે ક્રૂડ ઓઈલનું વેચાણ ગ્લોબલ બેંચમાર્કની સરખામણીમાં 30 ટકા ઓછા ભાવે કરશે. તેના કારણે ટ્રોલ ડીઝલના ભાવ ઘટવાની આશા હતા. પરંતુ ભારતીય રીફાઈનરીને રશિયાથી સસ્તા ક્રૂડ ઓઈલનો કોઈ વધારે ફાયદો થતો નથી. પરંતુ યુરોપના દેશોએ આનો ભરપુર ફાયદો ઉઠાવ્યો છે

રશિયાએ ક્રૂડ ઓઈલની કિંમતો સસ્તી કરતાં ભારતે ક્રૂડ ઓઈલ ખરીદવાનું શરૂ કર્યું હતું. પરંતુ ભારતને બેરલ દીઠ માત્ર 10 ડોલરનો જ ફાયદો થાય છે. જ્યારે યુરોપના દેશો રશિયાની નજીક હોવાથી તેમને ટ્રાન્સપોર્ટેશન સસ્તુ પડે છે. તો બીજી બાજુ ભારતને ડિલિવરી માટે વધુ ખર્ચ થાય છે.

રશિયા હાલ આંતરરાષ્ટ્રીય કિંમત કરતાં 35 ટકા સસ્તા દરે ક્રૂડ ઓઈલ વેચે છે. પરંતુ ભારતે આ ક્રૂડ ઓઈલ માટે ટ્રાન્સોર્ટેશન અને વીમાનો ખર્ચ ઉઠાવવો પડે છે. યુદ્ધને કારણે ટ્રાન્સપોર્ટેશન અને વીમાની કિંમતો પણ વધી ગઈ છે. આથી ભારતીય રીફાઈનરીઓને આંતરરાષ્ટ્રીય ભાવની સરખામણીમાં માત્ર 10 ડોલર જ સસ્તુ પડે છે.

(12:12 am IST)