Gujarati News

Gujarati News

News of Wednesday, 8th June 2022

કંગાળ પાકિસ્તાનમાં હવે વિજળી સંકટ: રાતના 8.30 પછી તમામ બજારો બંધ કરવાનો આદેશ

રાત્રે 10 વાગ્યા બાદ લગ્નની મંજૂરી પણ આપવામાં આવશે નહીં.

પાકિસ્તાનમાં આર્થિક સંકટ બાદ વિજળી સંકટ સર્જાયું છે જેના પગલે રાતના 8.30 વાગ્યા પછી તમામ બજારો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે એટલું જ નહીં 10 વાગ્યા બાદ લગ્નની મંજૂરી પણ આપવામાં આવશે નહીં.

પાકિસ્તાનમાં રાજકીય સ્થિતિ બદલાઈ છે પણ આર્થિક સહિતનું સંકટ વધુ ઘેરાઈ રહ્યું છે. વધતી મોંઘવારી અને ડામાડોળ અર્થવ્યવસ્થાના પગલે શહબાઝ સરકારે વિજળીના દરોમાં 7.9 રૂપિયાનો પ્રતિ યુનિટ વધારો કર્યો છે. જિયો ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે વર્તમાન વિજળીની કિંમત 16.91 રૂપિયા પ્રતિ યુનિટ જેમાં 7.90 રૂપિયાના વૃદ્ધિ સાથે 24 રૂપિયા પ્રતિ યુનિટ થઈ ગઈ છે. 

 

(11:53 pm IST)