Gujarati News

Gujarati News

News of Wednesday, 8th June 2022

ઇડીની મોટી કાર્યવાહી :ગોવામાં મની લોન્ડ્રિગના મામલે ફેશન ડિઝાઈનર રિતુ બેરીના ભાઈ અને પતિ સહિતની સંપત્તિ જપ્ત

ઈડીએ અસ્થાયી રૂપે અસ્થાવર અને સ્થાવર મિલકતો સીઝ કરી

ગોવામાં મની લોન્ડ્રિગના મામલે ફેશન ડિઝાઈનર રિતુ બેરીના ભાઈ અને પતિની ઈનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી) દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઈડીએ રિત બેરીના ભાઈ અને પતિ સાથે સંકળાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં સ્થાવર સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. તેમજ તેમના ભાઈ અને પતિ અરવિંદ ચડ્ઢા સાથે સંકળાયેલા અન્ય લોકોની પણ સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

ઈડીએ અસ્થાયી રૂપે અસ્થાવર અને સ્થાવર મિલકતો સીઝ કરી છે. એજન્સીએ મનિષ શર્મા, નવીન બેરી, તેમની ભાગીદારી પેઢી મેસર્સ લાવણ્યા ટ્રાવેલ્સ અને બેરીના પતિ અરવિંદ ચઢ્ઢાની માલિકીની કંપની Ms સંસ્કાર ગ્રૂપના આશરે રૂ. 24 કરોડના મની લોન્ડરિંગ કેસની તપાસ કરતી વખતે આ કાર્યવાહી કરી છે. જપ્ત કરવામાં આવેલી સંપત્તિ ગોવામાં વિલા અને ફ્લેટ, દિલ્હી અને ફરીદાબાદમાં ફ્લેટ-ઑફિસ સ્પેસ અને ફિક્સ્ડ ડિપોઝિટના રૂપમાં છે.

રોકાણકારો સાથે છેતરપિંડી કરવા માટે આઈપીસીની વિવિધ કલમો હેઠળ આ આરોપીઓ વિરુદ્ધ ગોવા પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઈઆરના આધારે EDએ મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી હતી. આ લોકોએ તેમને 10 કરોડમાં ગોવાના અંજુના મેસર્સ સંસ્કાર ગ્રૂપ દ્વારા વિકસિત કરવામાં આવેલ બંજારા હિલ્સ પ્રોજેક્ટમાં વિલા આપવાનું વચન આપ્યું હતું.

(11:52 pm IST)