Gujarati News

Gujarati News

News of Wednesday, 8th June 2022

ઉદ્ધવ ઠાકરેનો મોટો નિર્ણય ; ઔરંગાબાદનું નામ બદલીને સંભાજી નગર કરાશે

મુખ્યમંત્રી ઠાકરેએ કહ્યું- તેઓ તેમના સ્વર્ગસ્થ પિતા બાળાસાહેબ ઠાકરેના વચનને ભૂલી શક્યા નથી કે ઔરંગાબાદનું નામ સંભાજી નગર રાખવામાં આવશે

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ઔરંગાબાદનું નામ બદલીને સંભાજી નગર કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ઠાકરેએ કહ્યું કે તેઓ તેમના સ્વર્ગસ્થ પિતા બાળાસાહેબ ઠાકરેના વચનને ભૂલી શક્યા નથી કે ઔરંગાબાદનું નામ સંભાજી નગર રાખવામાં આવશે

તેમણે કહ્યું કે હિન્દુત્વ અમારા દરેક શ્વાસમાં છે..હું ક્યારેય નથી ભૂલ્યો કે મારા દિવંગત પિતા બાળાસાહેબ ઠાકરેએ વચન આપ્યું હતું કે ઔરંગાબાદનું નામ સંભાજી નગર રાખવામાં આવશે અને હું તે ભૂલ્યો નથી…અમે તેને બદલી દેશું. ભૂતકાળમાં દિલ્હીના ઔરંગઝેબ રોડનું નામ પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના નામ પર રાખવાની ચિનગારી હવે મહારાષ્ટ્ર સુધી પહોંચી છે.

 મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાય સમયથી ઔરંગાબાદ શહેરના નામને લઈને રાજનીતિ ગરમાઈ હતી અને આ શહેરનું નામ બદલીને છત્રપતિ સંભાજીના નામ પર સંભાજીનગર કરવાની માંગણી ઉઠી હતી ત્યારે આજે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ઔરંગાબાદનું નામ બદલીને સંભાજી નગર કરવાનો નિર્ણય લીધો છે.

(11:46 pm IST)