Gujarati News

Gujarati News

News of Wednesday, 8th June 2022

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન પાંચ વર્ષ બાદ ફરી પરમાણુ બોમ્બનું પરિક્ષણ કરવાની તૈયારીમાં

અમેરિકા અને દક્ષિણ કોરિયાએ ચેતવણી આપી:બંને દેશની વાયુસેનાના 20 લડાકુ વિમાનોએ દક્ષિણ કોરિયાના પશ્ચિમી દરિયા કિનારા પર ઉડાન ભરી

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને ફરી પાંચ વર્ષ બાદ પરમાણુ બોમ્બનું નિરીક્ષણ કરવાની તૈયારીમાં છે..જોકે,આ મામલે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ પાંચ વર્ષ બાદ ફરી પરમાણુ બોમ્બનુ પરિક્ષણ કરવાની તૈયારીમાં છે અને તેની સામે અમેરિકા તેમજ દક્ષિણ કોરિયાએ ચેતવણી આપી છે.અને બંને દેશની વાયુસેનાના 20 લડાકુ વિમાનોએ દક્ષિણ કોરિયાના પશ્ચિમી દરિયા કિનારા પર ઉડાન ભરી હતી.

આ બંને દેશોએ ઘણા સંયુક્ત યુધ્ધાભ્યાસ કર્યા છે. આ 20 વિમાનોમાં અમેરિકાએ પોતાના મહાવિનાશક બોમ્બર વિમાનને પણ સામેલ કર્યુ હતુ. આ સાથે એફ-15, એફ-16 અને એફ-35 એ જેવા વિમાનોએ પણ યુધ્ધાભ્યાસમાં ભાગ લીધો હતો.અમેરિકાએ ચેતવણી આપી છે કે, જો ઉત્તર કોરિયા ફરી પરિક્ષણ કરશે તો તેને આકરો જવાબ આપવામાં આવશે.

(11:43 pm IST)