Gujarati News

Gujarati News

News of Wednesday, 8th June 2022

સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા ગેંગસ્ટર લોરેન્શ બિશ્નોઈએ કરી હોવાનો ખુલાસો

તિહાર જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈએ કરી હતી હત્યા: દિલ્હી પોલીસનો મોટો ખુલાસો : પાંચ આરોપીઓની ઓળખ થઇ

નવી દિલ્હી :પંજાબી સિંગર મૂસેવાલાની હત્યા કોણે કરી તેનો આખરે ખુલાસો થઈ ગયો છે. દિલ્હી પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે લોરેન્સ બિશ્નોઈ હત્યાકાંડનો માસ્ટરમાઈન્ડ છે.  આ હત્યાના પાંચ આરોપીઓની અત્યાર સુધીમાં ઓળખ થઈ ગઈ હોવાનું પણ જાણવા મળ્યું છે અને વધુ તપાસ હાથ ધરી છે

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે જણાવ્યું કે મુસેવાલાની હત્યાની તૈયારીઓ ઘણા સમય પહેલા જ કરવામાં આવી હતી અને રણનીતિના ભાગરૂપે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. લોરેન્સ બિશ્નોઈ તેમાં મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે. 

મૂસેવાલા મર્ડર કેસમાં જે આરોપીઓના નામ સામે આવ્યા છે તેમાં એક આરોપી સિંગરની ખૂબ નજીક હોવાનું કહેવાય છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, તેઓ પહેલા સાથે શૂટિંગ કરતા હતા. આવી સ્થિતિમાં, બંને એકબીજાને પહેલાથી જાણતા હતા. હાલ તો દિલ્હી પોલીસ માની રહી છે કે મહાકાલ ઉર્ફે સિધેશ હીરામલની ધરપકડથી આ કેસમાં ઘણી કડીઓ સ્પષ્ટ થઈ શકે છે. લોરેન્સ બિશ્નોઈ પણ પૂછપરછ દરમિયાન જે ખુલાસા કરી રહ્યા છે તેના આધારે કેસની તપાસ આગળ વધારી રહ્યા છે.જો કે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સલમાન ખાનને મળેલા ધમકીભર્યા પત્રનો મુદ્દો પણ ઉઠ્યો હતો. તેવામાં દિલ્હી પોલીસે કંઇ પણ સ્પષ્ટ કહેવાનો ઇન્કાર કર્યો હતો, પરંતુ મુંબઇ પોલીસ આ મામલે તપાસ કરી રહી હોવાનું જણાવવામાં આવ્યું હતું.

(9:45 pm IST)