Gujarati News

Gujarati News

News of Wednesday, 8th June 2022

ચાઈનીઝ વિઝા કૌભાંડ : દિલ્હી હાઈકોર્ટે કાર્તિ ચિદમ્બરમની આગોતરા જામીન અરજીનો ચુકાદો અનામત રાખ્યો : 50 કરોડ રૂપિયા લઇ 50 ચીની નાગરિકોને વિઝા આપવાનો આરોપ

ન્યુદિલ્હી : દિલ્હી હાઈકોર્ટે આજ બુધવારે કોંગ્રેસના સંસદસભ્ય (એમપી) કાર્તિ ચિદમ્બરમે દાખલ કરેલી આગોતરા જામીન અરજીમાં પોતાનો આદેશ અનામત રાખ્યો છે.

ચિદમ્બરમ પર 50 કરોડ  રૂપિયા લઇ 50 ચીની નાગરિકોને વિઝા આપવાનો આરોપ છે.

જસ્ટિસ પૂનમ એ બંબાએ વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુને સાંભળ્યા બાદ આદેશ અનામત રાખ્યો હતો.

નીચલી અદાલતે, 3 જૂનના રોજ, કોંગ્રેસના ધારાસભ્ય અને અન્ય લોકોની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી જેઓ ચીનના વિઝાની ફાળવણી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તપાસનો સામનો કરી રહ્યા છે.

વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલે રાજકારણીની ધરપકડ પૂર્વેની જામીન અરજીને તેમના ગુનાહિત પૂર્વ ઇતિહાસની નોંધ કરીને ફગાવી દીધી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:34 pm IST)