Gujarati News

Gujarati News

News of Wednesday, 8th June 2022

વોડાફોન-આઇડિયાના ગ્રાહકો માટે એક વર્ષના 3099 રૂપિયાનો પ્‍લાનઃ 730 જીબી ડેટા અને ફ્રી કોલિંગની સાથે ડિઝની પ્‍લસ હોટસ્‍ટારનું સબસ્‍ક્રીપ્‍શન ફ્રી

દરરોજ રાત્રીના 12થી સવારના 6 સુધી ફ્રી ડેટાની મજા માણી શકશે

નવી દિલ્‍હીઃ ટેલીકોમ કંપની યૂઝર્સને આકર્ષવા માટે સતત નવી-નવી ઓફર આપી રહી છે. આ શ્રેણીમાં વોડાફોન-આઈડિયા યૂઝર્સને લાંબી વેલિડિટીનો શાનદાર પ્લાન ઓફર કરી રહી છે. તેમાં એક પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે ડેટા, કોલિંગ સહિત અન્ય સુવિધા આપી રહ્યો છે. વોડાફોન-આઈડિયાના આ પ્લાનની કિંમત 3099 રૂપિયા છે. કંપનીનો આ પ્લાન થોડો મોંઘો જરૂર લાગે છે, પરંતુ તેમાં મળનાર બેનિફિટ્સ કમાલના છે. કંપનીના આ પ્લાનમાં દરરોજ 2 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. સાથે એક વર્ષ માટે ડિઝ્ની+હોટસ્ટારનું સબ્સક્રિપ્શન ફ્રી આપવામાં આવી રહ્યું છે.

વોડાફોન-આઈડિયાનો 3099 રૂપિયાના પ્લાનમાં 365 દિવસ એટલે કે એક વર્ષની વેલિડિટી મળે છે. તેમાં કંપની ઈન્ટરનેટ યૂઝ કરવા માટે દરરોજ 2 જીબી હિસાબે કુલ 730જીબી ડેટા આપી રહી છે. પ્લાનમાં તમને દરરોજ 100 ફ્રી એસએમએસ અને અનલિમિટેડ કોલિંગનો લાભ આપવામાં આવે છે. વોડાફોનના આ પ્લાનમાં ઘણા એડિશનલ બેનિફિટ પણ સામેલ છે.

કંપની આ પ્લાનની સાથે ડિઝ્ની+હોટસ્ટારનું મોબાઇલ ફ્રી સબ્સક્રિપ્શન આપી રહી છે. તો કંપની પ્લાનમાં બિંઝ ઓલ નાઇટ બેનિફિટ આપવામાં આવી રહ્યો છે. આ હેઠળ યૂઝર રાત્રે 12 કલાકથી સવારે 6 કલાક સુધી ફ્રી ડેટાની મજા માણી શકે છે.

આ સિવાય પ્લાનમાં કંપની વીકેન્ડ ડેટા રોલઓવર બેનિફિટ પણ આપી રહી છે. વોડાના આ પ્લાનમાં ડેટા બેનિફિટ પણ આપવામાં આવી રહ્યું છે. તેમાં તમને દર મહિને કોઈ વધારાના ચાર્જ વગર 2 જીબી સુધી ડેટા ફ્રી મળશે. આ બેનિફિટને 121249 ડાયલ કરી કે ViAppથી એક્સેસ કરી શકાય છે. મહત્વનું છે કે આ પ્લાનમાં કંપની Vi Movies & TVનું પણ ફ્રી સબ્સક્રિપ્શન આપી રહી છે.

(5:41 pm IST)