Gujarati News

Gujarati News

News of Wednesday, 8th June 2022

વ્‍યાજદર વધારાની સૌથી માઠી અસર મકાનોની ખરીદી પર પડશે

આરબીઆઇના નિર્ણયથી હોમ લોન મોંઘી થશે અને હાઉસિંગના વેચાણને અસર થશે અને ખાસ કરીને અફોર્ડેબલ અને મિડ-ઇન્‍કમ સેગમેન્‍ટના ઘરોના વેચાણમાં ઘટાડો થવાની આશંકા

નવી દિલ્‍હી તા. ૮ : રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયા દ્વારા સતત બીજી મોનિટરી પોલિસીમાં વ્‍યાજદરમાં વધારો કરવાની જાહેરાત સાથે હવે દેશમાં મકાનોના વેચાણ પર દબાણ સર્જાવાની ભીતિ છે. આરબીઆઈએ બુધવારની બેઠકમાં વ્‍યાજદરમાં ૦.૫૦%નો વધારો કર્યો છે અને તેને પગલે લોનધારકોના EMIમાં વધારો થવાની આશંકા છે, જેની અસર રિયલ્‍ટી સેક્‍ટરના ગ્રાહકોના બજાર માનસ પર પડવાની આશંકા વ્‍યકત કરાઈ રહી છે.

ભારતમાં હોમલોનના બેંચમાર્ક વ્‍યાજ દરમાં વધારો કરવાના આરબીઆઈના નિર્ણયથી હોમ લોન મોંઘી થશે અને હાઉસિંગના વેચાણને અસર થશે અને ખાસ કરીને અફોર્ડેબલ અને મિડ-ઈન્‍કમ સેગમેન્‍ટના ઘરોના વેચાણમાં ઘટાડો થવાની આશંકા એનારોક સહિતની પ્રોપર્ટી કન્‍સલ્‍ટન્‍સી ફર્મ્‍સ દ્વારા વ્‍યકત કરાઈ છે.

મોંઘવારીની સ્‍થિતિને જોતા આરબીઆઈ દ્વારા ૦.૪૦% અને હવે આજે ૦.૫૦%ના વ્‍યાજદર વધારાનો નિર્ણય અપેક્ષિત હતો. આ નિર્ણયને પગલે હોમ લોનના દર વધશે અને ખરીદશક્‍તિ અને આગામી સમયમાં વધુ વ્‍યાજદર વધારાની આશંકાએ ઈચ્‍છાશક્‍તિમાં ઘટાડાની અસર ઘરોના વેચાણમાં ઘટાડો થવાની આશંકા એનારોક, નાઈટ ફ્રેન્‍ક ઈન્‍ડિયા, જેએલએલ ઈન્‍ડિયા, કોલિયર્સ ઈન્‍ડિયા, ઈન્‍ડિયા સોથેબી ઈન્‍ટરનેશનલ રિયલ્‍ટી અને ઈન્‍વેસ્‍ટર્સ ક્‍લિનિકે જણાવ્‍યું હતું.

જોકે વર્તમાન સંજોગો અનુસાર વ્‍યાજદર ૨૦૦૮ની વૈશ્વિક નાણાંકીય કટોકટીના સમય કરતા નીચે જ રહેશે. ૨૦૦૮ના અરસામાં વ્‍યાજદર ૧૨%ને આંબી ગયા હતા પરંતુ મોંઘવારી રેકોર્ડ સ્‍તરે હોવા છતા હાલ સ્‍થિતિ કાબૂમાં છે તેમ એનારોકના ચેરમેન અનુજ પુરીએ જણાવ્‍યું હતું.

પુરીએ ઉમેર્યું કે આ શરૂઆતી વ્‍યાજદર વધારાની અસર સૌથી વધુ એફોર્ડેબલ અને મિડ-સેગમેન્‍ટ્‍સ રેસિડેન્‍શિયલ સ્‍કીમના વેચાણમાં પ્રતિબિંબિત થશે.

ભારતનું હાઉસિંગ માર્કેટ હજુ પણ મોટાભાગે એન્‍ડ-યુઝર્સ એટલેકે ગ્રાહકો આધારિત છે એટલેકે મધ્‍યમ વર્ગની ખરીદશક્‍તિની સીધી અસર હોમ સેલ્‍સ ડેટા પર પડશે.

પુરીએ કહ્યું કે વ્‍યાજદરમાં વધારો અનિવાર્ય હતો અને છે પરંતુ, હવે આપણે રેડ ઝોનમાં પ્રવેશી રહ્યાં છીએ જયાં કોઈપણ ભાવિ વધારો હાઉસિંગ સેલ્‍સને મોટા પ્રમાણે અસર કરશે.

અન્‍ય એક દિગ્‍ગજે મિલકતના બાંધકામ ખર્ચ અને અન્‍ય ઉત્‍પાદન ખર્ચમાં વધારા સાથે હવે ઉંચા વ્‍યાજ દર રિયલ એસ્‍ટેટ ખરીદનારના સેન્‍ટિમેન્‍ટ પર પ્રતિકૂળ અસર કરી શકે છે.

(2:52 pm IST)