Gujarati News

Gujarati News

News of Wednesday, 8th June 2022

ગોવામાં કાલે બાર કાઉ.ઓફ ઇન્‍ડીયાનો ભવ્‍ય કાર્યક્રમ યોજાશેઃ લો યુનિવર્સિટી બનાવવા ભાજપ સરકારે પ૦ એકર જમીન આપી

બી.સી.આઇ.ના ચેરમેન સહીત દેશભરના બાર કાઉ.ના હોદેદારો ઉપસ્‍થિત રહેશે

રાજકોટ, તા., ૮: બાર કાઉન્‍સીલ ઓફ ઇન્‍ડીયાના ચેરમેન મનનકુમાર મીશ્રા દ્વારા ગોવા રાજયમાં આવતીકાલે ૯ જુનના રોજ એક ભવ્‍ય કાર્યક્રમ યોજેલ છે જેમાં ગોવાના મુખ્‍યમંત્રી પ્રમોદ સાવંત સુપ્રીમ કોર્ટના જસ્‍ટીસ  ગવઇ તથા સુર્યકાંત, જસ્‍ટીસ સુંદરમ તથા  ભારત દેશના તમામ બાર કાઉન્‍સીલના ચેરમેન, વા.ચેરમેન સહીત કુલ પાંચ મેમ્‍પરો તથા ગુજરાત હાઇકોર્ટના પ્રમુખ, સેક્રેટરીને આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

બાર કાઉન્‍સીલ ઓફ ઇન્‍ડીયા દ્વારા ગોવા ભાજપા સરકાર પાસેથી ઇન્‍ટરનેશનલ લો યુનિવર્સિટી બનાવવા માટે જમીનની માંગણી કરેલ હતી જે સરકારે ચુંટણી પહેલા મંજુર કરી અને પ૦ એકર જમીન ટોકન દરે આપેલ હતી.

બાર કાઉન્‍સીલ ટ્રસ્‍ટ દ્વારા નવા સાહસ ક્રાંતીકારી ખ્‍યાલને સમજવા માટેના ઉદેશ અનુસાર ઇન્‍ટરનેશનલ લો યુનિવર્સિટીની સ્‍થાપના કરવામાં આવી છે. આ સંસ્‍થા વિદેશી યુનિવર્સિટી સાથે સહયોગથી લોનો કોર્ષ શરૂ કરશે ત્‍યાર બાદ વિવિધ અભ્‍યાસક્રમો શરૂ કરશે નવી યુનિવર્સિટી અંગે મુખ્‍યમંત્રી પ્રમોદ સાવંત સંપુર્ણ સમજ આપવાનું આયોજન કરેલ છે.

બી.સી.આઇ. ટ્રાયલ કોર્ટથી લઇ સર્વોચ્‍ચ અદાલત અને આંતર રાષ્‍ટ્રીય અદાલતો પણ મુંટ કોર્ટની સ્‍થાપના કરશે અને વિદ્યાર્થીને કેસો હેન્‍ડલ કરવાની પ્રેકટીસ આપશે. બાર કાઉન્‍સીલ  સાથે ઇન્‍ટરનેશનલ બાર એસો. અમેરીકન બાર એસો, કોમન વેલ્‍થ લોયર એસો. લો સોસાયટી  ઇંગ્‍લેંડ, બાર કાઉન્‍સીલ ઓફ ઇંગ્‍લેંડ, ઓસ્‍ટ્રેલીયા લો સોસાયટી સાથે જોડાણ કરેલ છે.

ગોવામાં ૯ જુનના રોજ આ ભવ્‍ય કાર્યક્રમનું આયોજન બાર કાઉન્‍સીલ ઓફ ઇન્‍ડીયા ટ્રસ્‍ટ દ્વારા કરવામાં આવેલ છે. આ ભવ્‍ય કાર્યક્રમમાં દેશના તમામ બાર કાઉન્‍સીલના આમંત્રીત સભ્‍યો તથા તમામ હાઇકોર્ટના આમંત્રીત સભ્‍યોને આમંત્રણ પાઠવેલનું બાર કાઉન્‍સીલ ઓફ ઇન્‍ડીયાના મેમ્‍બર દીલીપ પટેલે જણાવેલ હતું.

(11:41 am IST)