Gujarati News

Gujarati News

News of Wednesday, 8th June 2022

૮૦૦ કરોડની છેતરપિંડીના કેસમાં રેલિગેરના પૂર્વ ચેરમેનની ધરપકડ

પહેલા રિમાન્‍ડ પર લીધા પછી ધરપકડ

મુંબઇ તા. ૮ : રેલિગેર એન્‍ટરપ્રાઈઝ લિમિટેડ (REL) ના ભૂતપૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્‍ટર સુનીલ ગોધવાણીની વર્ષ ૨૦૨૦ માં રૂ. ૮૦૦ કરોડની છેતરપિંડી સંબંધિત કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ માહિતી પોલીસે આપી હતી.

પોલીસે જણાવ્‍યું હતું કે રેલિગેર ફિનવેસ્‍ટ લિમિટેડ (RFL) ના ભંડોળના કથિત દુરુપયોગ અંગે દિલ્‍હી પોલીસની આર્થિક અપરાધ શાખા દ્વારા નોંધાયેલા કેસમાં પહેલાથી જ ન્‍યાયિક કસ્‍ટડીમાં રહેલા ગોધવાનીને પહેલા રિમાન્‍ડ પર લેવામાં આવ્‍યા હતા અને પછી ધરપકડ કરવામાં આવી હતી.

સંયુક્‍ત પોલીસ કમિશનર (આર્થિક ગુના વિંગ) છાયા શર્માએ જણાવ્‍યું હતું કે, તે પહેલાથી જ અન્‍ય કેસમાં ન્‍યાયિક કસ્‍ટડીમાં હતો. દરમિયાન, એક કેસ ચાલી રહ્યો હતો જે વર્ષ ૨૦૨૦ માં નોંધવામાં આવ્‍યો હતો. ૮૦૦ કરોડની છેતરપિંડીના આ જ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

છાયાએ જણાવ્‍યું હતું કે પ્રોડક્‍શન વોરંટ પર લેવામાં આવ્‍યા બાદ હાલના કેસમાં ગોધવાણીની ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૯ માં આરએફએલ કેસમાં, પોલીસે કંપનીના અધિકૃત પ્રતિનિધિની ફરિયાદ પર કંપનીના નાણાં કથિત રીતે ડાયવર્ટ કરવા અને અન્‍ય કંપનીઓમાં રોકાણ કરવા બદલ ગોધવાની, માલવિંદર મોહન સિંહ, શિવિન્‍દર મોહન સિંહ અને અન્‍યો વિરુદ્ધ એફઆઇઆર નોંધી હતી. RELને અગાઉ સિંઘ બંધુઓ દ્વારા પ્રમોટ કરવામાં આવી હતી.

(11:15 am IST)