Gujarati News

Gujarati News

News of Wednesday, 8th June 2022

ભાઇઓની અનોખી એકતાઃ એક જ પરિવારના ૧૮૫ લોકો રહે છે એક સાથેઃ રોજ ૧૭૫ કિલો ખાઇ છે લોટ

સંયુક્‍ત પરિવારમાં ૫૫ પુરુષો અને ૫૫સ્ત્રીઓ સાથે બાળકો ૭૫ છેઃ પરિવારમાં કુલ ૧૨૫ મતદારો છે

જયપુર, તા.૮: આ મોર્ડન સમયમાં એક એવા સંયુક્‍ત પરિવાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે પ્રેરણાદાયી સાબિત થયો છે. આ પરિવાર રાજસ્‍થાનનો છે કે જેમાં કુલ ૧૮૧ સભ્‍યો છે જે જાણીને પણ નવાઈ લાગશે કે હાલ તો આ પરિવાર વિશે ચર્ચાઓ પણ થઇ રહી છે. આ પરિવારમાં એક જ ઘરમાં ૧૮૧ સદસ્‍ય રહે છે.

બધા એકસાથે રાજીખુશીથી જીવન જીવી રહ્યા છે જે ખૂબ જ સારી બાબત કહેવાય. વિસ્‍તળતમાં જણાવીશ તો આ પરિવાર નસીરાબાદ ઉપખંડમાં એક ગામમાં રહે છે.૧૮૫ સભ્‍યો છે જેમાં વડા તરીકે ભવરલાલ માલી છે. જેઓ બધાથી મોટા છે અને સમગ્ર પરિવારમાં મહત્‍વપૂર્ણ નિર્ણય પર તે જ લે છે.

જ્‍યારે પણ સરપંચનો વારો આવે કે અન્‍ય કોઇ ચૂંટણી આવે ત્‍યારે પરિવારને વિશેષ મહત્‍વ પણ આપવામાં આવે છે અને હાલ પણ આ પરિવાર વિશે ખૂબ જ ચર્ચાઓ પણ થઇ રહી. આ સંયુક્‍ત પરિવારમાં દરરોજ ૭૫ કિલો લોટની રોટલી બનાવવા માટે કુલ જિલ્લાની જરૂર પડે છે અને આખા પરિવાર માં ૫૫ પુરુષો છે અને માત્ર ૫૫સ્ત્રીઓ અને બાળકો ૭૫ છે.

તેવામાં પરિવારમાં કુલ ૧૨૫ મતદારો છે. આ સંયુક્‍ત પરિવાર હળી-મળીને એક થઇને જીવન જીવી રહ્યા છે. સંયુક્‍ત કુટુંબમાં તેમની જ મજા આવે છે તેવી એકલતામાં આવતી નથી. તેઓ આ પરિવારના વડા ભવરલાલ દ્વારા કહેવામાં આવ્‍યો. આ પરિવારના વડા નું કહેવું છે કે દાદા સુલતાન મારી હતા.

ત્‍યારે તેમણે તેમને હંમેશાં સાથે રહેવા માટેની સલાહ પણ આપી હતી. જેમાંથી ભાગ ચાંદ માલીના પિતા ભવરલાલ સૌથી મોટા હતા. તેમના નાનાભાઈ રામચંદ્ર મોહન, છગન, ભીલડી, ચંદ્ર અને છોટુ છે. એ એવામા સંયુક્‍ત પરિવારમાં રહેવાથી જીવન ધન્‍ય જ કહેવાય ત્‍યારે આ મોર્ડન યુગમાં આવી રીતે સંયુક્‍ત પરિવારમાં રહેવું એ સૌ કોઈનું સપનું જ રહી જતું હોય છે.

(10:29 am IST)