Gujarati News

Gujarati News

News of Wednesday, 8th June 2022

રિલાયન્‍સ ધીમે ધીમે ફયુચર સ્‍ટોર સંભાળી રહ્યું છે

કંપનીએ સ્‍માર્ટ બજાર નામથી કેટલાક સ્‍ટોર્સ શરૂ કર્યા

મુંબઇ,તા. ૮ : રિલાયન્‍સ રિટેલ પણ આ વર્ષે ફયુચર ગ્રૂપ પાસેથી મેળવેલા સ્‍ટોર્સને ફરીથી શરૂ કરવામાં વ્‍યસ્‍ત છે. કંપનીએ આ વર્ષના ફેબ્રુઆરીના અંતમાં ફયુચર ગ્રુપના ૯૪૭ સ્‍ટોર્સ લીધા બાદ ૪૫ દિવસમાં પુનઃશરૂ કરવાની યોજના બનાવી હતી. પરંતુ આ કામગીરી ધીમી ગતિએ થઈ રહી છે.

કંપનીએ સ્‍માર્ટ બજાર નામથી કેટલાક સ્‍ટોર્સ શરૂ કર્યા છે, જે રિલાયન્‍સ રિટેલના ગ્રોસરી સ્‍ટોર છે. અન્‍ય બ્રાંડ ફોર્મેટમાં સ્‍ટોર્સ બંધ છે કારણ કે રિલાયન્‍સે હજુ નક્કી કર્યું નથી કે તેમનો વ્‍યવસાય વ્‍યવહારુ છે કે નહીં.

ઘટનાક્રમની જાણકારી ધરાવતા સૂત્રોના જણાવ્‍યા અનુસાર, રિલાયન્‍સ રિટેલે ફયુચર ગ્રુપના સ્‍ટોર્સનો સ્‍ટોક લીધો છે પરંતુ હાલમાં કેટલાક સ્‍ટોર્સ બંધ કરવાનો નિર્ણય લઈ રહી છે. આમાં રિલાયન્‍સના સ્‍ટોર્સ જેવા સ્‍ટોર્સનો સમાવેશ થશે જે પહેલાથી નજીકમાં છે. ઉદાહરણ તરીકે, રિલાયન્‍સ ટ્રેન્‍ડ્‍સ અને ફયુચર ગ્રૂપના સેન્‍ટ્રલ અને FBB (ફેશન એટ બિગ બઝાર) કપડાં અને જીવનશૈલીના ફેશન સેગમેન્‍ટમાં ડીલ કરે છે. સૂત્રોએ જણાવ્‍યું હતું કે રિલાયન્‍સ ગ્રુપ તેના કેટલાક સ્‍ટોર્સનું કદ ઘટાડી શકે છે અને તેના કેટલાક સ્‍ટોર્સ બંધ પણ કરી શકે છે. હાલમાં, કંપનીએ ફયુચર ગ્રૂપ પાસેથી મેળવેલા તમામ સ્‍ટોર્સનું ભાડું ચૂકવી રહી છે. આ બાબતથી વાકેફ એક સૂત્રએ જણાવ્‍યું હતું કે રિલાયન્‍સે સ્‍ટોર્સની તપાસ પૂર્ણ કરી છે અને કેટલીક જગ્‍યાએ સ્‍ટોર્સને ઘટાડવામાં આવી શકે છે કારણ કે તમામ સ્‍થળોએ મોટા કદના સ્‍ટોર્સની જરૂર ન હોઈ શકે. કપડાં અને ફેશન સ્‍ટોર્સની ફયુચર ફેશન એન્‍ડ લાઇફસ્‍ટાઇલ ચેઇન અને સેન્‍ટ્રલના સ્‍ટોર્સનો ઉપયોગ રિલાયન્‍સ ટ્રેન્‍ડ્‍સ માટે થઈ શકશે નહીં કારણ કે તે નાના કદના સ્‍ટોર્સ છે.

ષાોતે જણાવ્‍યું હતું કે રિલાયન્‍સ હાલમાં આ સ્‍ટોર્સમાં ફ્રીઝર અને એસ્‍કેલેટર ઇન્‍સ્‍ટોલ કરી રહી છે, જેમાં થોડો સમય લાગે છે.

સૂત્રએ કહ્યું કે રિલાયન્‍સ રિટેલ કેટલાક સ્‍ટોર્સને સંપૂર્ણ રીતે ચલાવી રહી છે. સ્‍ટોરમાં તમામ ઉત્‍પાદનો મેળવવામાં સમય લાગશે. અન્‍ય એક સૂત્રએ જણાવ્‍યું હતું કે સ્‍ટોરમાં ફયુચર ગ્રૂપ અને બેંકોના વપરાયેલા સાધનો પરત કરવામાં આવ્‍યા છે અથવા ગોડાઉનમાં રાખવામાં આવ્‍યા છે.

ફેબ્રુઆરીમાં, ફયુચર ગ્રૂપે જણાવ્‍યું હતું કે તેને ઘણા સ્‍ટોર્સની લીઝ રદ કરવાની નોટિસ મળી છે. ૯ માર્ચે, ફયુચર રિટેલે સ્‍ટોક એક્‍સચેન્‍જને જણાવ્‍યું હતું કે તેને ૯૪૭ સ્‍ટોર્સ માટે આવી નોટિસ મળી છે, જેમાં ૩૪૨ બિગ બજાર અને એફબીબી સ્‍ટોર્સ અને ૪૯૩ નાના કદના સ્‍ટોર્સ જેમ કે ઇઝીડે અને હેરિટેજ સ્‍ટોર્સનો સમાવેશ થાય છે. ફયુચર લાઇફસ્‍ટાઇલ ફેશને સ્‍ટોક એક્‍સચેન્‍જને પણ જાણ કરી હતી કે તેને ૭૮ બ્રાન્‍ડ ફેક્‍ટરી સ્‍ટોર્સ અને ૩૪ સેન્‍ટ્રલ સ્‍ટોર્સની લીઝ સસ્‍પેન્‍શન માટે નોટિસ મળી છે. ફયુચર ગ્રુપના દેશભરમાં લગભગ ૧,૫૦૦ સ્‍ટોર્સ છે.

ડિસેમ્‍બર ૨૦૨૦ માં, ફયુચર ગ્રુપ સ્‍ટોર્સને જગ્‍યા ભાડે આપનારા માલિકોએ લીઝ સ્‍થગિત કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. તેમણે કહ્યું કે ઘણા જમીનમાલિકોએ રિલાયન્‍સનો સંપર્ક કર્યો અને તેની સાથે લીઝ કરાર કર્યો. આ સ્‍ટોર્સ પછી ફયુચર ગ્રુપને સબ-લીઝ પર આપવામાં આવ્‍યા હતા. પરંતુ ફયુચરે ભાડું ચૂકવ્‍યું ન હોવાથી, રિલાયન્‍સે ફેબ્રુઆરીથી આ સ્‍ટોર્સ લેવાનું શરૂ કર્યું.

(9:59 am IST)